જામનગર સહિત અનેક શહેરોમાં ગાયોમાં લમ્પી રોગ નામનો વાયરસ જોવા મળી રહ્યો છે. ત્યારે જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં સ્વસ્તિક માર્બલની સામે લમ્પી વાયરસનો ભોગ બનેલ ગાય મળી આવી હતી. આ અંગે કરૂણા એનિમલ હેલ્પ લાઇનને જાણ કરાતાં ડો. દિપક જયસ્વાલ સહિતની ટીમ દ્વારા ગાયને સારવાર આપી હતી. તેમજ જામનગર શહેરમાં દરરોજ 50 જેટલા કેસો લમ્પી રોગના આવતાં હોવાનું ડોકટરોએ જણાવ્યું હતું. આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા બીમાર ગાય અંગે એનિમલ હેલ્પલાઈનમાં જાણ કરાતા એનિમલ હેલ્પલાઈનની ટીમ તાત્કાલિક ધોરણે દોડી જઈ સારવાર હાથ ધરી હતી.