તા. 20 જુલાઈના રોજ પોલીસ અધિક્ષક, જામનગર હસ્તકની વિજરખી ફાયરીંગ રેંજમાં કમાન્ડીગ ઓફિસર, 625 ગરુડ ફલાઇટ, એરફોર્સ સ્ટેશન, જામનગર દ્વારા ફાયરીંગ પ્રેકટીસ હાથ ધરવામાં આવનાર છે. આ ઉપરાંત આસિસ્ટન્ટ કમાન્ડન્ટ, સી.આઇ.એસ.એફ.યુનિટ, ન્યારા એનર્જી લિમિટેડ, વાડીનાર દ્વારા પોલીસ અધિક્ષક, જામનગર હસ્તકની વિજરખી ફાયરિંગ રેન્જમાં આગામી તા. 26, 27, 28 જુલાઈના રોજ ફાયરિંગ પ્રેક્ટિસ હાથ ધરવામાં આવનાર હોય, તેથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, જામનગર દ્વારા આ જાહેરનામું બહાર પાડી આ દિવસો દરમિયાન જાહેર જનતાને આ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-131 મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટની યાદીમાં જણાવવામાં આવ્યું છે.