(ફોટો કિશન ગોજિયા તા.12 મોર્નિંગમાં)
—
ખબર-જામનગર
ભાણવડ તાલુકાના સેવક દેવળિયા ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા નવ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.16,700ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. ભાણવડમાં તીનપીતનો જુગાર રમતા છ શખ્સોને પોલીસે રૂા.10,830ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો ભાણવડ તાલુકાના સેવક દેવળિયા ગામમાં પ્રાથમિક શાળાની બાજુમાં જાહેરમાં જૂગાર રમાતો હોવાની હેકો ચિરાગસિંહ જાડેજા, શકિતસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચનાથી ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીઆઈ કે.બી. યાજ્ઞિક, પીએસઆઈ આર.એ. નોયડા, હેકો ચિરાગસિંહ જાડેજા, શકિતસિંહ જાડેજા, કાનાભાઈ માડમ, પો.કો. રણવીરસિંહ જાડેજા, રામભાઈ વસરા, નિતેશ સાદીયા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન સાજીદ ઉર્ફે જેરી ઈસ્માઇલ ધુધા, આમદ ઉર્ફે લંગડી હબીબ ધુધા, અબ્દુલ લાખા ધુધા, મજીદ ઉર્ફે પબો નુરમામદ સમા, કાસમ હાસમ ધુધા, સદામ ઉમર ધુધા, ઈસુબ વલીમામદ ધુધા, હનીફ ઈસાક ધુધા, રફિક ઉર્ફે કાપડી સુલેમાન રાવકરડા નામના નવ શખ્સોને રૂા.16,700 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સેવક દેવળિયામાંથી 16,700 ની રોકડ સાથે 9 શખ્સ ઝબ્બે : ભાણવડમાંથી 10,830 ની રોકડ સાથે છ શખ્સ ઝબ્બે
બીજો દરોડો, ભાણવડ પંથકમાંથી જાહેરમાં જૂગાર રમાતો હોવાની હેકો પરેશભાઈ સાંજવાને મળેલી બાતમીના આધારે સીપીઆઇ કે.બી.યાજ્ઞિક એએઅસાઈ એન.એલ. રૂડાચ, હેકો પરેશ સાંજવા, દેસુર ભાચકન, કેસુરભાઈ માડમ સહિતના સ્ટાફે રેઇડ દરમિયાન ભરત રામ ભોચિયા, વિનેશ ડાડુ ભોચિયા, પોલા પબા ભોચિયા, દિપક અરશી ભોચિયા, સંજય ગોવા ભોચિયા, જીવા હમીર ભોચિયા નામના છ શખ્સોને રૂા.10830 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.