રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા આજે તા.12 જુલાઈના રોજ જામનગર જિલ્લાની મુલાકાત લેશે.તેઓ આજે કલેકટર કચેરી ખાતે જિલ્લાની વરસાદી સ્થિતિ અંગેની જિલ્લા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે બેઠક યોજી સર્વગ્રાહી સમીક્ષા કરશે.