તાજેતરમાં લંડનના નુસાઉન્ડ નામના ઇન્ટરનેશનલ રેડિયો શો માં જામનગરના ડો.સંજય ભગદે એ ડાયાબિટીસ દરમ્યાન ડાયેટ પ્લાન થકી ડાયાબિટીસ પર કાબુ મેળવવા અંગે માહિતી રજુ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ડો. સંજય ભગદે દ્વારા વર્ષ 2007માં 24 કિલો વજન ઘટાડયું હતું અને 14 વર્ષ બાદ પણ હજુ સુધી તે વજન જાળવી રાખ્યું છે. તેમજ ડાયાબિટીસને પણ ડાયટ પ્લાન દ્વારા કાબુમાં લીધું હતું. આ અંગે તેમણે ઇન્ટરનેશનલ રેડીયો શો ના માધ્યમથી લોકોને માહિતગાર કર્યા હતાં.