સરકારી ફિઝીયોથેરાપી કોલેજ જામનગર ખાતે તા.9 ના રોજ રેડ ક્રોસ દ્વારા થેલેસેમીયા ટેસ્ટ માટેનો કેમ્પ યોજાયો હતો. કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓના બ્લ્ડ ટેસ્ટ દ્વારા તેમને થેલેસેમીયા છે કે કેમ? એ માટે નો કેમ્પ યોજાયો હતો. જેમાં રેડ ક્રોસના ચેરમેન બીપીનભાઈ ઝવેરી, થેલેસેમીયાના ઇન્ચાર્જ દિપાબેન સોની ઉપરાંત નિરંજનાબેન વિઠલાણી, કીરીટભાઇ શાહ, ભાર્ગવ ભાઈ ઠાકર, મનહરભાઈ ત્રિવેદી, ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદથી આવેલા સંજયભાઈ અને તેમની ટીમ દ્રારા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ તકે સરકારી ફિઝિયોથેરાપી કોલેજના પ્રિન્સીપાલ ડો. દિનેશભાઈ સોરાણી અને પ્રો. ડો. હિરલ પંડયા હાજર રહ્યાં હતા. આશરે 145 જેટલા વિદ્યાર્થીઓના થેલેસેમીયા ટેસ્ટ કરાયા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં જામનગર રેડ ક્રોસના કર્મચારી ધનશ્યામભાઈ અને અજીતભાઈ એ સેવા આપી હતી.