સુપ્રીમ કોર્ટે સોમવારે અવમાનના કેસમાં વિજય માલ્યાને 4 મહિનાની સજા અને 2,000નો દંડ ફટકાર્યો છે. કોર્ટે કહ્યું કે દંડ ન ભરવા પર બે મહિનાની વધુ સજા થશે. 9 મે 2017ના રોજ સુપ્રીમ કોર્ટે માનહાની કેસમાં દોષી ઠેરવ્ચો હતો.
માલ્યાએ સંપત્તિનો યોગ્ય વિવરણ આપ્યું ન હતું. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ યુ યુ લલિત, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ સુધાંશુ ધૂલિયાવાળી 3 જજની બેન્ચે આ નિર્ણય આપ્યો છે. હકિકતમાં ભારતીય સ્ટેટ બેન્કે વિજય માલ્યા વિરુદ્ધ કોર્ટના આદેશ છતા લીધેલી લોનની રકમ ચૂકવી ના હોવાની અરજી કરી હતી. કોર્ટે 10 માર્ચે માલ્યાની સજા સામે ચુકાદો સુરક્ષીત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે 5 વર્ષ પહેલાં 9 મે 2017ના રોજ વિજય માલ્યાને કોર્ટના આદેશની અવમાનના દોષીત ગણાવીને તેમના વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. હકિકતમાં વિજય માલ્યાએ તેમની સંપત્તિની સંપૂર્ણ માહિતી તે બેન્કો અને સંબંધિત અધિકારીઓને આપી ન હતી.