જામનગરમાં ભારે વરસાદની આગાહીને પગલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં આજે બપોર બાદ અને આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે.
જામનગરમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી હોય, જે અનુસંધાને શાળાના બાળકોની સલામતિને ધ્યાને લઇ જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગરની શાળાઓમાં આજરોજ તા. 8ના બપોરની પાળીની શાળાઓમાં તથા આવતીકાલ તા. 9ના રોજ તમામ શાળાઓમાં બંનેપાળીઓમાં રજા જાહેર કરવામાં આવી છે. શાળાના કર્મચારીઓએ રાબેતા મુજબ શાળાએ આવવાનું રહેશે. તેમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી દ્વારા જણાવાયું છે.