કાલાવડ તાલુકાના ચેલાબેડી ગામમાં રહેતાં વૃદ્ધ તેના ખેતરમાં કુંડી પાસેથી પસાર થતા હતાં ત્યારે સાપ કરડી જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના ચેલાબેડી ગામમાં રહેતાં નુરમામદ તમાચીભાઇ થૈયમ (ઉ.વ.72) નામના વૃદ્ધ મંગળવારે બપોરના સમયે તેના ખેતરે પશુને કુંડીએ પાણી પાવા જતાં હતાં ત્યારે સાપ કરડી જતા બેશુદ્ધ થઈ જતાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર યુસુફ દ્વારા જાણ કરાતા એએઅસાઈ એસ.આર. ચાવડા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.