જામનગરમાં રાજપાર્કના ઢાળિયા પાસે વાઈટફિલ્ડ એપાર્ટમેન્ટની સામે જાહેરમાં જુગાર રમતા ચાર મહિલા સહીત છ શખ્સોને પોલીસેરૂ. 15,350ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર જીલ્લાના જાંબુડા ગામેથી પોલીસે પાંચ શખ્સોને રૂ. 11,140 ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ ગાજરફળીમાંથી પોલીસે પાંચ મહિલાઓ સહીત સાત શખ્સોને રૂ 22,500ની રોકડ તથા મોબાઇલ મળી રૂ. 47,500ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરમાં રાજપાર્કનો ઢાળિયો ઉતરતા વાઈટફિલ્ડ એપાર્ટમેન્ટની સામે તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન ભરત શ્યામજીભાઈ રાઠોડ, શક્તિસિંહ મહિપતસિંહ જાડેજા તેમજ ચાર મહિલાઓને રૂ. 15,350 ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજા દરોડામાં જામનગર જીલ્લાના જાંબુડા ગામમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પંચ એ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન સુરેશ રવજીભાઈ સરવૈયા, ભગીરથસિંહ વાસુદેવસિંહ ઝાલા, નીલેશ જીવણભાઈ લાંબા, લાલાભાઈ પ્રતાપભાઈ મઢવી તથા કિશોર સોમાભાઈ કારવેસા નામના પાંચ શખ્સોને રૂ. 11,140ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજા દરોડામાં, જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ ગાજરફળીમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન હરેશ જયસુખલાલ ત્રિવેદી તથા પાંચ મહિલાઓ સહીતસાત શખ્સોને રૂ. 22,500ની રોકડ, 25,000ની કિમંતના પાંચ નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂ. 47,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. અને દીપક મોઢા નાસી જતા શોધખોળ હાથ ધરી હતી.