Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાંથી દુકાનોમાં વેચાતી નશાયુકત કેફી પીણાની બોટલો કબ્જે

જામનગરમાંથી દુકાનોમાં વેચાતી નશાયુકત કેફી પીણાની બોટલો કબ્જે

દરેડમાં ત્રણ દુકાનોમાંથી 937 બોટલ કબ્જે : શહેરના સોનલનગર વિસ્તારમાં 240 બોટલ સહિત 1.29 લાખનો મુદ્દામાલ કબ્જે 

- Advertisement -

જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસીમાં આવેલી જુદી જુદી ત્રણ દુકાનોમાંથી ગેરકાયદેસર આધાર-બીલ વગરનો શંકાસ્પદ નશાયુકત કેફીપીણાની 697 બોટલ કબ્જે કરી તપાસ આરંભી હતી. જામનગરના સોનલનગર વિસ્તારમાં આવેલી દુકાનમાંથી પોલીસે 240 બોટલ કેફી પીણાની કબ્જે કરી પરીક્ષણ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી દુકાનોમાં નશાયુકત કેફીપીણાનો જથ્થો વેચાતો હોવાની એએસઆઈ મહિપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ગ્રામ્ય ડીવાયએસપી જે.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.ડી.પરમાર, એએસઆઇ એમ.એલ. જાડેજા તથા હેકો નિર્મળસિંહ જાડેજા તથા હરદેવસિંહ જાડેજા, પોે.કો. જયદેવસિંહ જાડેજા તથા જયદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન આશાપુરા પાન એન્ડ કોલ્ડ્રીંકસમાંથી રૂા.24000 ની કિંમતની 370 બોટલ, ડિલકસ પાન એન્ડ કોલ્ડ્રીંકસમાંથી 35300 ની કિંમતની 233 બોટલ અને શ્રી રામ પાન ની દુકાનમાંથી રૂા.14155 ની કિંમતની 95 બોટલ હરબી બીયરના નામે વેચાણ કરાતા શંકાસ્પદ નશાયુકત કેફી પીણાનો કુલ રૂા.1,03,455 ની કિંમતની 697 બોટલ કબ્જે કરી એફએસએલ અને ફુડ એન્ડ્ર ડ્રગ્સ વિભાગમાં પરીક્ષણ માટે મોકલવામાં આવી હતી.
બીજો દરોડો, ડીવાયએસપી જે.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ પો.કો. મહેન્દ્રસિંહ જાડેજા અને હિતેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઇ કે.એલ.ગાધે, પીએસઆઇ આર.ડી.ગોહિલ, હેકો ફેજલ ચાવડા, પ્રદિપસિંહ જાડેજા, જાવેદભાઈ વજગોળ, પો.કો. ખીમશીભાઇ ડાંગર, વિજયભાઈ કાનાણી, હિતેન્દ્રસિંહ જાડેજા, વિજયભાઈ કારેણા, મહેન્દ્રસિંહ જાડેજા, રવિ શમાર્ર્ સહિતના સ્ટાફે સોનલનગર વિસ્તારમાં આવેલી ગાત્રાળ દુકાનમાંથી શંકાસ્પદ નશાયુકત કેફીપીણાની રૂા.28,800 ની કિંમતની 240 બોટલ કબ્જે કરી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular