Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : શ્રીકૃષ્ણ એજ્યુ. ફાઉન્ડેશન ટ્રસ્ટ જામનગર દ્વારા લાખાબાવળમાં ‘સેસ’ સ્કૂલ્સનો પ્રારંભ

Video : શ્રીકૃષ્ણ એજ્યુ. ફાઉન્ડેશન ટ્રસ્ટ જામનગર દ્વારા લાખાબાવળમાં ‘સેસ’ સ્કૂલ્સનો પ્રારંભ

ઓછી ફી માં અભ્યાસ સાથે સંગીત, નૃત્ય, સ્વીમિંગ, રાઈફલ શુટિંગ, સ્કેટીંગ, હોર્સરાઈડીંગનું પણ પ્રશિક્ષણ અપાશે

- Advertisement -

શ્રીકૃષ્ણ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ જામનગર દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષથી ‘સેસ’ સ્કૂલ્સ (skeft education system) ઉપલબ્ધ થવા જઈ રહી છે. આ અંગે મંગળવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં શાળાની વિવિધ સુવિધાઓ સહિતની માહિતી આપવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી અને ચેરમેન જયવીન દવે તથા એસઈએસના ડાયરેકટર અને સીઈઓ મનિષ બુચ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -

જયવીનભાઈ દવેએ જણાવ્યું હતું કે, પ્રર્વતમાન વૈશ્ર્વિક મંદીમાં પ્રતિદિન વધતી મહામોંઘવારીના માહોલમાં ખૂબજ ઉંચી સ્કૂલ ફી આપીને પણ સારું શિક્ષણ આપવું મુશ્કેલ છે પરિવારોની સામાજિક આર્થિક જવાબદારીઓના બોજા વચ્ચે સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટેના સાચા વિકલ્પો મેળવવા દુર્લભ છે. આવા સમયમાં શ્રીકૃષ્ણ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ જામનગર દ્વારા ખૂબ જ ઓછી ફી સાથે સંપૂર્ણ શાળા શૈક્ષણિક વર્ષથી નગરની સેવામાં ઉપલબ્ધ થવા જઈ રહી છે. જેમાં ગુજરાતી તથા અંગે્રજી માધ્યમના વર્ગોનો સમાવેશ કરાયો છે. લાખાબાવળ રોડ આદિશંકરાચાર્ય શિક્ષણ વિકાસ સંકુલ તસયરિં કેમ્પસમાં ગુજરાતી માધ્ર્યમમાં કેજીથી ધો.12 સામાન્ય પ્રવાહ, અંગે્રજી માધ્યમ ગુજરાત બોર્ડમાં કે.જી.થી ધો.8 તથા સીબીએસઇ ાજ્ઞિાજ્ઞતયમ કેજીથી ધો.5 માટે નિયમિત સ્કૂલ, ડે – બોર્ડીંગ સ્ક્ૂલ તથા નિવાસી સ્કૂલના વિકલ્પો ઉપલબ્ધ છે.

- Advertisement -

તેમણે વધુમાં જણાવ્યું હતું કેે, શાળાઓમાં ખૂબ ઉંચી ફી વસૂલવામાં આવતી હોય છે. ઉચ્ચ શિક્ષણ બાળકોને મળી રહે તે માટે માતા-પિતા આર્થિક સંકળામણમાં પીસાઈને પણ સંતાનોના અભ્યાસ માટે તગડી ફી ચૂકવતા હોય છે. તગડી ફી ની સાથે પાઠયપુસ્તક, યુનિફોર્મ, ટ્રાન્સર્પોટેશન સહિતના ખર્ચાઓનો ભાર પણ વેઠવો પડતો હોય છે તેમજ અન્ય રમત-ગમત, કલાઓ જેવા ઈત્તર પ્રવૃત્તિઓ માટે પણ વધારાની ફી આપી કોચિંગ મેળવવા દોડાદોડી કરવી પડે છે. ત્યારે ‘સેસ’ સ્કૂલ દ્વારા ગુજરાતી માધ્યમમાં વાર્ષિક 22 હજાર જેટલી ફી તથા અંગે્રજી માધ્યમમાં 26 હજાર જેટલી ફી એટલે કે સરેરાશ માસિક રૂા.2700 ની ફીમાં શિક્ષણ ઉપલબ્ધ છે. આ ફીમાં ટ્રાન્સર્પોટેશન માટે બસ ફી, પાઠયપુસ્તક, સ્કૂલબેગ, યુનિફોર્મ સહિતની સુવિધાઓ પણ સામેલ છે. વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે આધુનિક ડીઝાઈનના સુવિધા સમૃધ્ધ ભવનોમાં સ્માર્ટ કલાસરૂમમાં વિદ્વાન શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને અંગત કાળજી સાથે મૂલ્યનિષ્ઠ શિક્ષણની સાથે લાઈબ્રેરી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.

આ ઉપરાંત અભ્યાસની સાથે-સાથે અન્ય ઈત્તર પ્રવૃત્તિઓ માટે સરસ્વતિ આર્ટ એન્ડ ક્રાફટ સ્ટુડિયોઝ અંતર્ગત સંગીત (ગાયન તથા વાદન) નૃત્ય કલા, નાટય કલા, ચિત્ર કલા, ફોટોગ્રાફી, હસ્ત કલાની પણ તજજ્ઞો દ્વારા તાલીમ ઉપલબ્ધ છે તેની સાથે સાથે એકલવ્ય સ્પોર્ટસ કલબ દ્વારા આઉટડોર તથા ઈન્ડોર ગેમ્સ અંતર્ગત ક્રિકેટ, ફૂટબોલ, બાસ્કેટ બોલની સાથે સ્વીમિંગ, સ્કેટીંગ, ઘોડેસવારી, રાઈફલ શુટિંગ, ધર્નુવિદ્યા સહિતની તાલીમ પણ આ ઓછી ફીમાં આવરી લેવામાં આવી છે. જેનું શાળા ફીમાં જ પ્રશિક્ષણ આપવામાં આવશે.

- Advertisement -

સેસ સ્કૂલમાં ત્રણ વિકલ્પોનો સમાવેશ કરાયો છે. જેમાં નિયમિત સ્કૂલ એટલે કે શાળા સમય દરમિયાન અભ્યાસ, ડે-બોર્ડીંગ સ્કૂલ એટલે કે શાળા સમય ઉપરાંત અડધા દિવસની બોર્ડીંગ સુવિધા તેમજ નિવાસી સ્કૂલ એટલે કે હોસ્ટેલ સાથે અભ્યાસની સુવિધા ઉપલબ્ધ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular