જામનગર શહેરના બેડીના ઈકબાલ ચોકમાંથી તીનપતિનો જૂગાર રમતા સાત શખ્સોને રૂા.13670 ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતાં. જામનગરના અશોકસમ્રાટનગરમાંથી વર્લીના આંકડા લખતા બે શખ્સોને રૂા.19700 ના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતાં. જામનગરના શંકરટેકરી વિસ્તારમાંથી વર્લીના આંકડા રમતા બે શખ્સોને રૂા.10200 ની રોકડ સાથે દબોચી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો, જામનગર શહેરનાં બેડીમાં ઈકબાલચોક વિસ્તારમાંથી તીનપતિનો જૂગાર રમતા અનવર ઉર્ફે અનુ હાજી જેડા, હુશેન દાઉદ દલ, ઈબ્રાહિમ ઓસમાણ બુકેરા, અસગર ઈબ્રાહિમ બુકેરા, સુભાન અયુબ લાડક, હારુન ઉર્ફે માધો ઉમર કકલ, રફિક મામદ બુચર નામના સાત શખ્સોને રૂા.13,670 ની રોકડ અને ગંજીપના સાથે પોલીસે ઝડપી લીધા હતાં.
બીજો દરોડો, જામનગર શહેરમાં અશોકસમ્રાટ નગર વિસ્તારમાંથી વર્લીમટકાના આંકડા લખતા દિનેશ પ્રીતમ જોશી અને મોસીનમીયા મજીતમીતા બુખારી નામના બે શખ્સોને સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.2600 ની રોકડ મળી કુલ રૂા.19700 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગરના શંકરટેકરી વિસ્તારમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખતા સિકંદર નુરશાહ શાહમદાર, વલીમામદ ગુલમામદ ચના નામના બે શખ્સોને પોલીસે રૂા.10200 ની રોકડ અને વર્લીના આંકડા લખેલી સ્લીપ સાથે ઝડપી પૂછપરછ હાથ ધરતા રાજુભાઈ મો.7623873183 પાસે કપાત કરાવતાનું ખુલતા પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.