જામનગર જિલ્લામાં આજથી ત્રણ દિવસ સુધી ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પણ શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. શહેરના એમ.પી. શાહ ઉદ્યોગનગરની શાળા નં. 44માં જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. આ તકે મેયર ઉપરાંત ડે. કમિશનર એ.કે. વસ્તાણી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ પ્રજ્ઞાબા સોઢા, વોર્ડ નં. 2ના કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ, જયેન્દ્રસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, શિક્ષણ સમિતિના સભ્યો નારણભાઇ મકવાણા, યાત્રીબેન ત્રિવેદી, મનિષાબેન બાબરીયા, નિલેશભાઇ હાડા, વોર્ડ પ્રમુખ પ્રજ્ઞેશભાઇ ભટ્ટ, કેળવણી નિરિક્ષક અતુલભાઇ ઠાકર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.