જામનગર શહેરમાં દિગ્વીજય પ્લોટ 58 વિસ્તારમાં પોલીસે રેઈડ દરમિયાન બે શખ્સોની તલાસી લેતા તેમની પાસે રૂા.12,500 ની કિંમતની 25 બોટલ દારૂ મળી આવતા ધરપકડ કરી ત્રણ શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરમાં 49 દિગ્વીજય પ્લોટમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની છ બોટલ સાથે તરૂણને ઝડપી લીધો હતો.
દરોડાની અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં દિગ્વીજય પ્લોટ 58 માં હનુમાન ટેકરી પાસેથી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે મેહુલ માધવજી ચાન્દ્રા અને ખુશાલ જીતેન્દ્ર ગોસ્વામી નામના બે શખસોને આંતરીને તલાસી લેતા તેમના કબ્જામાંથી રૂા.12,500 ની કિંમતની 25 બોટલ મળી આવતા કબ્જે કરી પૂછપરછ હાથ ધરતાં દારૂનો જથ્થો લખન સીંધી ઉર્ફે બાડો નામના શખ્સ દ્વારા સપ્લાય કરાયો હોવાનું ખુલતા પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરમાં 49 દિગ્વીજય પ્લોટમાંથી પસાર થતા તરૂણની આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.3000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની છ બોટલ અને રૂા.2000 ની કિંમતનો એક મોબાઇલ મળી કુલ રૂા.5000 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા દારૂનો જથ્થો કેતન ઉર્ફે કેતુ વસંત ગોરી પાસેથી ખરીદ્યાની કેફિયત આપતા બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.