Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ટ્રક ડ્રાઈવરને લૂંટી લેતા બે લૂંટારૂઓ ઝડપાયા

જામનગરમાં ટ્રક ડ્રાઈવરને લૂંટી લેતા બે લૂંટારૂઓ ઝડપાયા

એક લૂંટારૂને સિટી બી પોલીસે દબોચ્યો: બીજા લૂંટારૂને એલસીબીની ટીમે ઝડપી લીધો : ચાર વાહનચાલકોને લૂંટયાની કેફિયત

- Advertisement -

જામનગરમાં ગત તારીખ 1-6-2022ના રોજ જામનગર રાજકોટ હાઇ-વે પર શિવશક્તિ ટ્રાન્સપોર્ટની ઓફિસ પાસે થયેલ લુંટના કેસમાં જામનગર સીટી-બી ડિવિઝન પોલીસે એક શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી માટે પંચ-એ પોલીસને સોંપી આપ્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ગત તા.1-6-2022ના રોજ જામનગર રાજકોટ હાઇ-વે પર શિવશક્તિ ટ્રાન્સપોર્ટની ઓફિસ પાસે મોટર સાઇકલ પર આવેલ બે શખ્સો દ્વારા ફરિયાદી તથા સાહેદોને છરી બતાવી રોકડ તથા મોબાઇલ ફોન મળી કુલ રૂા.83,500ની લુંટ કરી હતી. આ કેસમાં આરોપીઓ અબ્દુલ ઉર્ફે અબુડો કાસમભાઇ જોખિયા તથા આબીદ ઉર્ફે આબલો રસીદભાઇ ચંગડા સંડોવાયેલા હોય અને રાજય બહાર નાસી ગયા હતાં. તે પૈકી એક આરોપી અબ્દુલ ઉર્ફે અબુડો પોતાના કુંટુંબી જનોને મળવા આવતો હોવાની સીટી-બીના પો.કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા હિતેશભાઇ સાગઠિયાને બાતમી મળી હતી.

બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એસ.ચાવડાની સુચના અને પીઆઇ કે.જે.ભોયે તથા પીએસઆઈ સી.એમ.કાટેલિયા, એએસઆઇ હિતેશભાઇ ચાવડા તથા હે.કો. મુકેશસિંહ રાણા, રવિરાજસિંહ જાડેજા, રાજેશભાઇ વેગડ, ક્રિપાલસિંહ સોઢા પો.કો.ધર્મેન્દ્રસિંહ જાડેજા, હરદિપભાઇ બારડ, સંજયભાઇ પરમાર, યુવરાજસિંહ જાડેજા, હિતેશભાઇ સાગઠિયા અને મનહરસિંહ જાડેજા સહિતના સ્ટાફે અબ્દુલ ઉર્ફે અબુડો કાસમભાઇ જોખિયાને ઝડપી લઇ પુછપરછ કરતા લુંટ કરી હોવાની કબુલાત આપતા રૂા.5,500ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી માટે પંચ-એ પોલીસને સોંપી આપ્યો હતો.

- Advertisement -

તેમજ એલસીબીના વનરાજ મકવાણા અને કિશોર પરમારને મળેલી બાતમીના આધારે આ લૂંટનો બીજો આરોપી આબીદ ઉર્ફે આબલો રસીદ ચંગડા ભડાલાને એલસીબીની ટીમે વૈશાલીનગર સરકારી સ્કુલ પાસેથી દબોચી લઇ પૂછપરછ હાથ ધરતા આબીદ ઉર્ફે આબલો રસીદ ચંગડા અને અબ્દુલ ઉર્ફે અબુડો કાસમ જોખીયા નામના બન્ને શખ્સોએ શિવશકિત ટ્રાન્સપોર્ટ પાસેથી રૂા.75,500 અને એક મોબાઇલની તથા અઢી માસ પહેલાં દરેડ જીઆઈડીસીમાં હિંદીભાષી ટ્રક ડ્રાઈવર પાસેથી 7000 ની લૂંટ તેમજ અન્ય હિન્દીભાષી ટ્રક ડ્રાઈવર પાસેથી રૂા.2500 ની લૂંટ તથા ત્રણ મહિના પહેલાં હાપા માર્કેટીંગ યાર્ડ પાસેથી હિન્દી ભાષી ટ્રક ડ્રાઈવર પાસેથી રૂા.10000 ની લૂંટ સહિત ચાર લૂંટ બન્ને શખ્સોએ આચર્યાની કેફિયત આપી હતી. જેના આધારે એલસીબીએ આરોપીને પંચ એ ડીવીઝનમાં સોંપી આપ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular