Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં સોની યુવાન વેપારીના આપઘાતથી અરેરાટી

જામનગર શહેરમાં સોની યુવાન વેપારીના આપઘાતથી અરેરાટી

પોલીસ દ્વારા આપઘાતનું કારણ શોધવા તપાસ : સીક્કામાં હૃદયરોગના હુમલાથી પ્રૌઢનું મોત

- Advertisement -

જામનગર શહેરમાં પટેલપાર્ક વિસ્તારમાં રહેતાં યુવાને તેની માનસિક બીમારીથી કંટાળીને ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જામનગર તાલુકાના સીક્કામાં રહેતાં પ્રૌઢને હૃદયરોગનો હુમલો આવતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના પટેલ પાર્ક વિસ્તારમાં રહેતા સોની વેપારી હિમાંશુ જીતેન્દ્રભાઈ લોઢીયા (ઉ.વ.41) નામના યુવાને મંગળવારે બપોરના સમયે તેના ઘરે કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે બુધવારે સવારના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જીતેન્દ્રભાઈ દ્વારા જાણ કરાતા હેકો એસ.એસ. દાતણિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી તપાસ હાથ ધરતા પ્રાથમિક તારણમાં માનસિક બીમારી અથવા તો અન્ય કોઇ કારણથી આપઘાત કર્યાના આધારે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.

બીજો બનાવ, જામનગર તાલુકાના સીક્કા ગામમાં રહેતા અબ્બાદ મામદ હુંદડા (ઉ.વ.50) નામના પ્રૌઢને તેના ઘરે બુધવારે સવારના સમયે હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે સીએચસીમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે ઉમરભાઈ દ્વારા જાણ કરાતા હેકો આર.કે.ગઢવી તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular