Sunday, January 12, 2025
Homeરાજ્યજામનગરમોરાણા નજીક કૂતરુ આડુ ઉતરતા બાઈક સ્લીપ થતા વૃધ્ધનું મોત

મોરાણા નજીક કૂતરુ આડુ ઉતરતા બાઈક સ્લીપ થતા વૃધ્ધનું મોત

પિતા-પુત્ર વાડીએ જતાં સમયે અકસ્માત: પુત્રને નાની-મોટી ઈજાઓ

- Advertisement -

જોડિયા તાલુકાના મોરાણા ગામમાં રહેતાં પિતા-પુત્ર બાઇક પર જતાં હતાં ત્યારે વાડીના માર્ગ પર બાઈક આડે કૂતરુ ઉતરતા સ્લીપ થવાથી અકસ્માતમાં વૃદ્ધ પિતાનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. જ્યારે યુવાન પુત્રને નાની મોટી ઈજાઓ થઈ હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જોડિયા તાલુકાના મોરાણા ગામમાં રહેતો રાજેશ પીઠમલ અને તેના પિતા આયદાનભાઇ મોમૈયા પીઠમલ (ઉ.વ.70) બન્ને પિતા-પુત્ર બાઈક પર તેની વાડીએ જતા હતાં ત્યારે ગામની સીમમાં બાઇક આડે કૂતરુ ઉતરતા ચાલકે બાઈક પરનો કાબુ ગુમાવી દેતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં વૃધ્ધ પિતા આઈદાનભાઈને ગંભીર અને પુત્રને નાની મોટી ઈજાઓ થઈ હતી. બાદમાં ઈજાગ્રસ્ત પિતા-પુત્રને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર કારગત નિવડે તે પૂર્વે વૃધ્ધ પિતા આઈદાનભાઈ પિઠમલનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે રાજેશ દદ્વારા જાણ કરાતા એએસઆઇ આર.એમ. જાડેજા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેતહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular