Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરમહંત દેવપ્રસાદ મહારાજના જન્મદિવસની શુભેચ્છા પાઠવતાં ધારાસભ્ય હકુભા

મહંત દેવપ્રસાદ મહારાજના જન્મદિવસની શુભેચ્છા પાઠવતાં ધારાસભ્ય હકુભા

ભાગ્યલક્ષ્મી એજ્યુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત ભાગવત સપ્તાહના લોકડાયરામાં થયેલ આવકમાંથી રૂા. 5 લાખ અર્પણ કરાયા

- Advertisement -

તાજેતરમાં આણદાબાવા સેવા સંસ્થાના મહંત દેવપ્રસાદજી મહારાજના જન્મદિવસ નિમિત્તે જામનગર ઉત્તરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના અગ્રણીઓએ દેવપ્રસાદજી મહારાજના આશિર્વાદ મેળવી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમજ ભાગ્યલક્ષ્મી એજ્યુ. એન્ડ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભાગવત સપ્તાહના લોકડાયરામાં થયેલ આવકમાંથી રૂા. 5 લાખ અર્પણ કર્યા હતાં.

- Advertisement -

જામનગરની સેવાભાવી અને માનવ સેવામાં હંમેશા જોડાયેલી એવી આણદાબાવા આશ્રમના મહંત પ.પૂ. દેવપ્રસાદજી મહારાજના જન્મદિવસ નિમિત્તે જામનગર-78ના ધારાસભ્ય અને ભાગ્યલક્ષ્મી એજ્યુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઇ કગથરા, મહામંત્રી મેરામણભાઇ ભાટુ, પ્રકાશભાઇ બાંભણીયા, વિજયસિંહ જેઠવા, રવિરાજ ઇન્ફ્રા. પ્રો.પ્રા.લિ.ના સીઇઓ અમિતભાઇ ખાખરીયા, ભાજપ પ્રભારી અભયસિંહ ચૌહાણ, જિલ્લા મહામંત્રી પ્રવિણસિંહ જાડેજા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નિલેશભાઇ ઉદાણી, ધારાસભ્ય આર.સી. ફળદુના પીએ રાજુભાઇ પટેલ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના પીએ પ્રવિણસિંહ જાડેજા વગેરેએ શુભેચ્છા પાઠવી તેમના આશિર્વાદ મેળવ્યા હતાં. પ.પૂ. દેવપ્રસાદજી ચરણમાં વંદન સાથે ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પૂ. રમેશભાઇ ઓઝાની કથામાં ડાયરામાં થયેલી આવકમાંથી રૂા. 5 લાખની રકમ અર્પણ કરી હતી.

આણદાબાવા આશ્રમના મહંત દેવપ્રસાદજીએ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) સહીત મહાનુભાવોને આશિર્વાદ પાઠવ્યા હતાં અને ભાગ્યલક્ષ્મી એજ્યુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંસ્થાને રૂા. 5 લાખનું અનુદાન આપવાના સદકાર્યને બિરદાવ્યું હતું. મહંત દેવપ્રસાદજીએ કથા સહિત સમાજ ઉપયોગી સેવાને બિરદાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular