જામનગરની પ્રતિષ્ઠિત વેપારી સંસ્થા ધી સીડઝ એન્ડ ગ્રેઈન મરચન્ટ એસો.ની કારોબારી સમિતીની ચૂંટણી દર બે વર્ષે કરવામાં આવે છે. ર1 સભ્યોની કારોબારી સમિતિની વર્ષ 2022 થી 2024ની ચૂંટણી તાજેતરમાં જાહેર કરવામાં આવી હતી.
આ વર્ષે પ્રમુખ જીતુભાઈ લાલની આગેવાની હેઠળ આ ચૂંટણીમાં 21 બેઠકો માટે 21 ઉમેદવારોએ જ ઉમેદવારી નોંધાવતા કારોબારી સમિતિની ચૂંટણી બીનહરીફ થઈ છે. ચૂંટાયેલા સભ્યોમાં જીતેન્દ્ર એચ. લાલ, પરેશકુમાર ગોરધનદાસ મેતા, લક્ષ્મીદાસ કરશનદાસ રાયઠઠા, જયેશકુમાર ખેરાજભાઈ રાજાણી, ધીરજલાલ રામજીભાઈ કારીયા, અરવિંદકુમાર ન્યાલચંદ મહેતા, શ્રેણીકભાઈ મનસુખલાલ મહેતા, રીશીકુમાર અશોકભાઈ પાબારી, ચંદ્રકાંતભાઈ કરમશીભાઈ શાહ, પ્રમોદકુમાર ભગવાનજીભાઈ કોઠારી, કીરીટકુમાર કરશનદાસ દતાણી, ગીરધરલાલ કુરજીભાઈ અમલાણી, હસમુખભાઈ કરશનદાસ રાયઠઠા, દિપકકુમાર મંગલદાસ દાવડા, બીપીનચંદ્ર હેમતલાલ મહેતા, રાજેશભાઈ એન. વસા, શશીકાંતભાઈ કાનજીભાઈ મશરૂ, દિપકકુમાર પ્રેમજીભાઈ મોદી, પ્રવિણભાઈ નરોતમદાસ કાનાબાર, દેવેનકુમાર જયંતકુમાર પાબારી, વિશાલ પ્રદિપભાઈ મહેતા સહિત ર1 સભ્યો બિનહરીફ વરાયા છે.