જામજોધપુર તાલુકાના વનાણાથી કડબાલ તરફના રસ્તે સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાંથી તીનપતિનો જૂગાર રમતાં આઠ શખ્સોને સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન રૂા.55,830 ની રોકડ રકમ અને છ મોબાઇલ તથા એક કાર મળી કુલ રૂા.2,26,830 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના વનાણાથી કડબાલ તરફના જવાના માર્ગ પર લુણિયાણા બાજુની સીમ વિસ્તારમાં રમેશ જોગલ તેના ખેતરમાં બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાડતા હોવાની બાતમીના આધારે પીએસઆઈ કે.વી. ઝાલા તથા સ્ટાફે રેઇડ દરમિયાન રમેશ અરજણ જોગલ, ઈશાક ઈસ્માઇલ શેખ, વિનુ જીવરાજ અમૃતિયા, ચંદુ હરજી માકડિયા, કેયુર ઈશ્ર્વર દઢાણિયા, મુકેશ નાનુ ઉનડકટ, નિમિષ ધીરજલાલ ભુત, હનિફ ઈસાક જુણેજા નામના આઠ શખ્સોને રૂા.55,830 ની રોકડ રકમ અને રૂા.21,000 ની કિંમતના 6 નંગ મોબાઈલ તથા રૂપિયા દોઢ લાખની કિંમતની એક કાર મળી કુલ રૂા.2,26,830 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.