ઓખા નગરપાલિકા દ્વારા ઓખા નગરપાલિકા હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે 8માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ જેમાં યોગાનું ટીચિંગ રક્ષાબેન જોશી દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ઓખા નગરપાલિકાના પ્રમુખ ઉષાબેન સુરેશભાઈ ગોહીલ, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના હોદેદારો, કાર્યકરો, ઓખા મરીન પોલીસ સ્ટેશન સ્ટાફ, ઓખા મરીન ટાસ્ક ફોર્સ સ્ટાફ, સ્કૂલના પ્રિન્સિપાલ તથા સ્ટાફ,વિદ્યાર્થીઓ અને ગ્રામજનો જોડાયા.