રાજયમાં વકરી રહેલાં કોરોના કેસના પગલે જામ્યુકોનું આરોગ્ય તંત્ર ફરી સર્તક થયું છે. કમિશનરે આજે જુદાં-જુદાં વિભાગો જેવા કે પ્રિવેન્ટીવ એન્ડ સોસિયલ મેડીસીન વિભાગ, એમ.પી.શાહ મેડીકલ કોલેજ, જી.જી હોસ્પિટલ, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, આઈ.સી.ડી.એસ વિભાગ સાથે મીટીંગ યોજી હતી. જેમાં કોવીડ-19ના કેસ નોંધાયેલ છે, તેવા વિસ્તારોમાં ટેસ્ટીંગ તથા ટ્રેસિંગની કામગીરી સધન કરવા માટેની સુચના આપવામાં આવી હતી. સરકારી આરોગ્ય કેન્દ્રો તથા પ્રાયવેટ હોસ્પિટલ માં સરદી, ઉધરસ તાવના કેસોનું ટેસ્ટીંગ થયા બાદ કોવીડ પોઝીટીવ આવે ત્યારે એમને જરૂરી સારવાર મળી રહે અને ગાઈડ લાઈન મુજબ આઈસોલેશન કરવા જણાવ્યું હતું.હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્ર ખાતે કોવીડ દર્દીની સારવાર માટે જરૂરી સાધનો તથા દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં રાખવાની સુચના આપવામાં આવી છે.
જામનગર શહેરમાં અત્યાર સુધીમાં લોકોના સહકારથી તથા અન્ય વિભાગોના સહકારથી કોવીડ વેક્સીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના લોકોને ખાસ કરીને 12 થી 17 વર્ષના બાળકો, 60 વર્ષથી ઉપરના લોકો તથા હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટલાઈન વર્કરોએ તેમના ડ્યુડોઝ વહેલી તકે લઇ લેવા માટે કમિશ્નર દ્વારા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત કોરોના સામે સાવધાન રહેવા શહેરના દરેક નાગરિકો માસ્ક પહેરે તેમજ કોવીડ-19ની ગાઈડ લાઈનનું પાલન કરે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.