Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ખોટેખોટી વાંધા અરજીઓ કરનારને કાનૂની લપડાક

જામનગરમાં ખોટેખોટી વાંધા અરજીઓ કરનારને કાનૂની લપડાક

- Advertisement -

જામનગરમાં રજા ચિઠ્ઠી મેળવી હોવા છતાં બાંધકામ અટકાવી દેવા કોર્ટને હથિયાર બનાવનાર પડોશીને અદાલત તરફથી કાનૂની લપડાક પડી છે. આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે – જલાની જાર, બાજરીયા ફળી, જામનગરમાં રહેતા લોહાણા જ્ઞાતિના આસામી અતુલભાઈ પાબારી પોતાની માલિકીની જગ્યામાં રહેણાંક મકાન બનાવવા માંગતા હોય, જામનગર મહાનગરપાલિકામાંથી નિયમ મુજબની પરવાનગી મેળવી બાંધકામ શરૂ કરેલ, જેથી તેમાં પડોશી મંગળાબેન ગિરધરભાઈ પાબારીએ જામનગરની સિવીલ કોર્ટમાં તેઓની સામે મનાઈહુકમની માંગણી કરતો દાવો કરેલ, જે દાવામાં અતુલભાઈ પાબારીએ સી.પી.સી. ઓર્ડર 39, રૂલ-1 અને 2 મુજબની મનાઈહુકમની માંગણી કરતા કોર્ટે બંને પક્ષોની દલીલ સાંભળી વાદી મંગળાબેન ગિરધરભાઈ પાબારી જાતે તથા તેના માણસોએ અતુલભાઈ પાબારીને રજાચિઠ્ઠી મેળવી બાંધકામ કરે તેમાં અડચણ કે અટકાયત કરવી નહીં તેવો વચગાળાનો મનાઈ હુકમ આ કામના વાદી મંગળાબેન ગિરધરલાલ પાબારી સામે ફરમાવેલ.

- Advertisement -

આ દાવો ચાલુ હોવા છતા મંગળાબેન ગિરધરલાલ પાબારીના દીકરી નિર્મળાબેન મજીઠીયાએ જામનગર મહાનગર પાલિકામાં વાંધા અરજીઓ કરી અતુલભાઈ પાબારીના કામકાજને રોકવાની કોશિષ કરેલી પરંતુ કાયદેસર પરમિશન મેળવી હોવાના કારણે જે.એમ.સી.એ કોઈ કાર્યવાહી કરેલ નહીં જેથી અતુલભાઈ પાબારીનું કામ બંધ કરાવવા નિર્મળાબેન મજીઠીયાએ જામનગરની સીવીલ અદાલતમાં દાવો કરી, કામ અટકાવવા હુકમની માંગણી કરેલી અને કામકાજનું પંચનામુ કરવાની અરજી કરેલી.

જે દાવામાં અતુલભાઈ પાબારી તરફે વકીલ અનિલભાઈ મહેતાએ હાજર થઈ, અદાલતને સત્ય હકીકતોથી વાકેફ કરી, સી.પી.સી. કલમ 10 મુજબ દાવાના પ્રોસીડીંગ્સ સ્ટે કરવાની અરજી રજુ કરેલ તેમજ દિવાની કાર્યસંહિતાની અલગ અલગ જોગવાઈઓ મુજબની અરજીઓ કરી, પંચનામા નો વિરોધ કરેલ. જે દાવામાં અતુલભાઈ પાબારી તરફેની રજુઆતો તથા દસ્તાવેજોના અભ્યાસ બાદ અને નિર્મળાબેન સામે પણ મનાઈહુકમ હોવા છતા એક દાવો ચાલુ હોવા છતાં કોર્ટને ગેરમાર્ગે દોરી, હકીકતો છૂપાવી, બીજો દાવો લાવેલ હોવાનું રેકર્ડ ઉપર આવતા નામ. 8મા એડી. સીનિયર સિવીલ જજ ડી.બી. જોષીએ વાદી નિર્મળાબેન ગુલાબરાય મજીઠીયાની સ્થળ, પંચનામાની અરજી મજૂર કરવાપાત્ર નથી તેવું ઠરાવી, ફગાવી દેતો હુકમ કરેલ છે.

- Advertisement -

આમ, ખોટા અને રાગધ્વેશથી કેસ કરી, કાયદેસર મંજુરીવાળા બાંધકામો ને અટકાવવા આર.ટી.આઈ. તેમજ વાંધા અરજીઓ કરી, અસામાજીક કૃત્ય કરતા લોકોત્તે લાલબતી સમાન ચૂકાદો હોવાનું કોર્ટ આલમ અને શહેરીજનોમાં ચર્ચા થઈ રહી છે. આ ચર્ચાસ્પદ કેસમાં અતુલભાઈ પાબારી, પ્રતિવાદી તરફે નગરના જાણીતા ધારાશાસ્ત્રી અનિલ જી. મહેતા, વિવેક જાની, પાર્વતી મોકરીયા અર્જૂનસિંહ સોઢા, નિકુંજ લીંબાણી રોકાયેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular