Monday, December 23, 2024
Homeસ્પોર્ટ્સવન ડેમાં ઇંગ્લેન્ડે બનાવ્યો રનનો એવરેસ્ટ

વન ડેમાં ઇંગ્લેન્ડે બનાવ્યો રનનો એવરેસ્ટ

નેધરલેન્ડ સામે 50 ઓવરમાં ઝૂડયા 498 રન: બટલર સહિત ત્રણ બેટસમેનોની સદી

- Advertisement -

બટલર 14 છગ્ગા અને 7 ચોગ્ગા સાથે માત્ર 70 બોલમાં જ અણનમ 162 રનની સાથે સોલ્ટ-મલાનની સદી તેમજ લિવિંગસ્ટનના 22 બોલમાં 66 રનની મદદથી ઈંગ્લેન્ડે નેધરલેન્ડ સામેની પ્રથમ વન ડેમાં 50 ઓવરમાં 4 વિકેટે 498 રન નોંધાવતા નવો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો. ઈંગ્લેન્ડની વિસ્ફોટક બેટિંગથી વન ડેના ઈતિહાસનો સર્વોચ્ચ અને લિસ્ટ-એ મેચમાં પણ હાઈએસ્ટ સ્કોરનો રેકોર્ડ સર્જાયો હતો.બટલરે માત્ર 47 બોલમાં સદી પૂર્ણ કરી હતી અને 150 રન સુધી પહોંચવા 65 બોલ લીધા હતા. જ્યારે લિવિંગસ્ટને 17 બોલમાં અડધી સદી ફટકારીને ઈંગ્લેન્ડના ક્રિકેટમાં નવો રેકોર્ડ સર્જ્યો હતો. ઈંગ્લેન્ડે નોંધાવેલા 498 રનના સ્કોરમાં 156 રન સિક્સરથી અને 144 રન ચોગ્ગાથી નોંધાયા હતા. આમ કુલ મળીને 300 રન તો તેમણે બાઉન્ડ્રીની મદદથી નોંધાવ્યા હતા. બટલરે ફાસ્ટેસ્ટ 150 રનના રેકોર્ડમાં બીજું સ્થાન હાંસલ કર્યું હતુ. તે આ વર્લ્ડ રેકોર્ડની બરોબરી એક બોલથી ચૂકી ગયો હતો, જે ડિ વિલિયર્સના નામે હતો. જ્યારે લિવિંગસ્ટન વન ડેમાં ફાસ્ટેસ્ટ અડધી સદીમાં બીજા સ્થાને રહ્યો હતો. તે રેકોર્ડ પણ ડિ વિલિયર્સના નામે છે. તેણે 16 બોલમાં અડધી સદી નોંધાવી હતી. જ્યારે લિવિંગસ્ટને 17 બોલ લીધા હતા. નેધરલેન્ડની ટીમ 266 રનમાં જ ખખડી જતાં ઈંગ્લેન્ડનો 232 રનથી વિજય થયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular