Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયઇન્ટરનેટની ખરાબ સ્પીડથી ડિજીટલ પેમેન્ટમાં મુશ્કેલી

ઇન્ટરનેટની ખરાબ સ્પીડથી ડિજીટલ પેમેન્ટમાં મુશ્કેલી

- Advertisement -

ભારતનો નાગરિક તો ડિજિટલ થયો છે પરંતુ હજુ પણ ડિજિટલ ભારતની સ્પીડ જેવી જોઈએ તેવી નથી અને લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતનો 98 ટકા વિસ્તાર ફોર-જીથી કવર થયો હોવા છતાં પણ હજુ બરાબર નેટ પકડાતું નથી તેવું સર્વેમાં લોકોએ જણાવ્યું છે. આપણે સૌ કોઈક તબક્કે ડિજિટલ પેમેન્ટની સમસ્યાનો ભોગ બન્યા છીએ, જેમાં યુપીઆઈ એપ્સ સતત લોડિંગથી માંડીને વેપારીની વિગતો દેખાય તેની રાહ જોવા સુધી – ચુકવણીની નિષ્ફળતા વિશેની ક્ષણિક ચિંતા આપણામાંના ઘણા માટે એક સમસ્યા બની રહી છે. લોકલ સર્કલ્સ દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં એવું જણાવાયું છે કે નેટની સમસ્યાને કારણે ત્રણમાંથી બે ભારતીયોને ડિજિટલ પેમેન્ટ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.અર્થાત ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરતા ત્રણમાંથી બે ભારતીય ગ્રાહકોએ નબળી 3જી અને 4જી કનેક્ટિવિટીને કારણે દર મહિને ટ્રાન્ઝેક્શનમાં વિક્ષેપ પડ્યો છે. ભારતમાં 98 ટકાથી વધુ 4જી કવરેજ હોવા છતાં આ સ્થિતિ સર્જાઈ છે. સર્વેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ઇન્ટરનેટ પર લોકોની નિર્ભરતા વધી છે, ખાસ કરીને કોવિડ -19 રોગચાળા પછી કારણ કે ગ્રાહકો ડિજિટલ ચુકવણી પર વધુ આધાર રાખે છે.

- Advertisement -

સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે ભારતમાં દસમાંથી નવ મોબાઇલ ફોન વપરાશકારોએ નબળી કનેક્ટિવિટી વિશે ફરિયાદ કરી હતી. સર્વેક્ષણ અનુસાર, 8,210 ગ્રાહકોમાંથી લગભગ અડધાએ જણાવ્યું હતું કે મોબાઈલમાં બરાબર નેટ ન આવતું હોવાને કારણે તથા ઓછી ડેટા સ્પીડને કારણે તેમને મોબાઇલ સેવાઓમાં વારંવાર વિક્ષેપનો સામનો કરવો પડે છે. ઓનલાઇન ટ્રાન્ઝેક્શનને પાછળ છોડી દેવાને કારણે તેમને રોકડ અથવા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ જેવી વૈકલ્પિક ચુકવણી પદ્ધતિઓ પર આધાર રાખવાની ફરજ પડી છે. 2021 ના અંત સુધીમાં, ભારતીય ઇન્ટરનેટ યુઝર બેઝ 830 મિલિયનનો આંકડો પાર કરી ગયો છે. માત્ર 2021-22માં જ ડેટાના વપરાશમાં 7 ગણો વધારો થયો છે, એમ ઇકોનોમિક સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે. વધુમાં, રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સરેરાશ ઇન્ટરનેટ વપરાશ 2018 માં દર મહિને 1.24 જીબી થી વધીને 2021 માં દર મહિને 14.1 જીબી થઈ ગયો છે. ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયા જેવા ટેલિકોમ ઓપરેટરોએ પ્રીપેઇડ અને પોસ્ટપેઇડ બંને વપરાશકર્તાઓ માટે ટેરિફમાં વધારો કર્યો છે. રિલાયન્સ જિયો અને વોડાફોન આઈડિયાએ 2021 માં તેમના ટેરિફમાં 20-25% નો વધારો કર્યો હતો . વળી, ટેલિકોમ ઓપરેટર્સ આ વર્ષના અંત સુધી ટેરિફમાં 20-25 ટકાનો વધુ વધારો કરી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular