Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરનિઓ હ્યુન્ડાઇ જામનગર-પોરબંદર ખાતે સેવ વોટર ચેલેન્જ કેમ્પનું આયોજન

નિઓ હ્યુન્ડાઇ જામનગર-પોરબંદર ખાતે સેવ વોટર ચેલેન્જ કેમ્પનું આયોજન

- Advertisement -

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નિઓ હ્યુન્ડાઇ જામનગર અને પોરબંદર દ્વારા સેવ વોટર ચેલેન્જ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા કંપની દ્વારા તા. 3 થી 17 જૂન સુધી આ ઝુંબેશ ચાલશે. કંપનીની યાદીમાં જણાવ્યા મુજબ દરેક ડ્રાયવોશ 120 લિટર પાણી બચાવવામાં મદદ કરે છે. સેલ્સ માર્કેટિંગ અને સર્વિસ ડિરેકટર તરૂણ ગર્ગએ જણાવ્યું હતું કે, અમે ભારતમાં હ્યુન્ડાઇના સર્વિસ નેટવર્ક પર છેલ્લા 4 વર્ષોમાં 4.84 મિલિયન વાહનોની સેવા આપીને સાડા પાંચસો લાખ લીટરથી વધુ પાણીની બચત કરી છે. અમે અમારા ગ્રાહકોને તેની સક્રિય ભાગીદારી અને ડ્રાયવોશ માટે પસંદ કરવા બદલ આભાર માનીએ છીએ.

- Advertisement -

ડ્રાયવોશ પસંદ કરનાર ગ્રાહકોને નિઓ હ્યુન્ડાઇ વર્કશોપના સર્વિસ રિસેપ્શનમાં ડ્રાયવોશ ફોટો બુથ તરફ ર્નિદેશિત કરવામાં આવશે. ભાગ લેનાર 100 વિજેતાઓ દરેકને રૂા. 2000ના મૂલ્યના એમેઝોન વાઉચર સાથે પુરસ્કાર આપવામાં આવશે. સેવ વોટર ચેલેન્જમાં ભાગ લેવા માટે મોબાઇલ નં. 99090 10101 ઉપર સંપર્ક કરી નિઓ હ્યુન્ડાઇમાં બુકિંગ કરાવવાનું રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular