જામનગર શહેર અને જિલ્લામાં જિલ્લા કલેકટરનું હથિયારબંધીનું જાહેરનામું ચાલી રહ્યું છે, જે દરમિયાન કેટલાક વાહનચાલકો પોતાના વાહનોમાં લાકડાના ધોકા- લોખંડના પાઇપ, છરી જેવા હથિયાર રાખીને ફરી રહ્યા છે જેથી તમામ સામે એક્શન લેવા માટેનો જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા આદેશ કરાયો હતો અને સમગ્ર જિલ્લાભરમાં કોમ્બિંગ સાથેની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન 24 જેટલા વાહનચાલકો ને શોધી કાઢવામાં આવ્યા છે, અને તેઓ સામે હથિયાર ધારા ભંગ અંગેના ગુન્હાઓ નોંધવામાં આવ્યા છે.
જામનગર શહેરના સીટી-એ ડિવિઝન, બી ડિવિઝન તેમજ સીટી સી. ડિવિઝન, ઉપરાંત બેડી મરીન પોલીસ સ્ટેશન, પંચકોશી એ. ડિવિઝન, જ્યારે લાલપુર, કાલાવડ, જામજોધપુર, ધ્રોલ, અને જોડીયા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં પોલીસે મોટા પાયે ચેકિંગ હાથ ધર્યું હતું અને વાહનોમાં લાકડાના ધોકા, પાઈપ જેવા હથિયારો લઇને નિકળેલા તેમજ લોખંડની છરી સાથે નીકળેલા કુલ 24 વાહનચાલકો સામે જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરવા અંગેની કલમ 135-1 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે અને તમામ પાસેથી હથિયારો વગેરે કબજે કરી લેવાયા છે.