ઈન્ડિયન પ્રીમિયર લીગ ટી-20ની વર્તમાન સિઝન અંતિમ તબક્કા તરફ આવી પહોંચી છે. આજે ક્વોલિફાયર-2માં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો ટકરાશે જ્યારે રવિવારે ફાઇનલ ખેલાશે. આ બંને રોમાંચક મુકાબલાની યજમાની અમદાવાદનું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ કરશે. આજના મુકાબલામાં વિજય મેળવનારી ટીમ ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. 1.32 લાખની ક્ષમતા સાથે વિશ્ર્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ આ બંને મુકાબલાની યજમાની માટે સજ્જ થઇ ગયું છે. ચાહકોમાં પણ આ બંને મુકાબલાને લઇને ઉત્સાહ પરાકાષ્ઠાએ છે. ’સેમિફાઇનલ’ સાંજે 7:30થી અને ફાઇનલ રાત્રે 8થી શરૂ થશે.