જામનગર પીજીવીસીએલ દ્વારા ચોમાસા પૂર્વે પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં વિજકાપ લાદવામાં આવી રહ્યો છે. ત્યારે આવતીકાલ તા. 27ના રોજ જેટકો કંપની દ્વારા 11 જેટલા ફિડરોના વિસ્તારોમાં સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી વિજકાપની નોટિસ ફરમાવવામાં આવી છે.
જામનગર શહેર વિભાગ-1ના કાર્યપાલક ઇજનેર દ્વારા જાહેર કરવામાં આવેલ નોટિસમાં આવતીકાલ તા. 27ના રોજ 11 કેવીના ફિડરો તેમજ તે હેઠળના વિસ્તારોમાં વિજવાયર બદલવા સહિતની કામગીરી કરવા સંદર્ભે વિજ પુરવઠો બંધ કરવામાં આવશે. આ વિજ પુરવઠો સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી કોઇપણ પ્રકારની જાણકારી આપ્યા વગર બંધ કરવામાં આવશે. ત્યારબાદ મરામતની કામગીરી પૂર્ણ થયા બાદ વિજ પુરવઠો પુન: કાર્યરત કરવામાં આવશે.
11 કેવી ટીટોડીવાડી ફિડર હેઠળના ઘાંચીની ખડકી ટીસી, તાહેરીયા મદ્રેસા, સોઢાવાડી, મચ્છીપીઠ, ખોજાગેઇટ, ટીટોડીવાડી તથા ખીરા ફોર પોલનો તમામ વિસ્તાર. 11 કેવી અકબરશા ફિડર હેઠળના ગદબવાળુ ટીસી (એફપી), સતવારાવાડ, રંગુનવાલા હોસ્પિટલ, અકબરશા ચોક વગરે વિસ્તાર. 11 કેવી મોરક્ધડા ટીજીવાય ફિડર હેઠળના મોરકંડા ગામ, લુબીનગર, ઠેબા ચોકડી. 11 કેવી ખીમલીયા એજી ફિડર હેઠળના મોરકંડાધાર, ખીમલીયા, ધુવાવ વાડી વિસ્તાર. 11 કેવી ઠેબા એજી ફિડર હેઠળના ઠેબા અને હાપા, મોટાથાવરીયા ગામનો વાડી વિસ્તાર. 11 કેવી આઇઓસી એક્સપ્રેસ ફિડર હેઠળના આઇઓસી એચટી કનેકશન. 11 કેવી વિજરખી એજી ફિડર હેઠળના ઠેબા અને સુવેરડા વાડી વિસ્તાર. 11 કેવી બેઠક ફિડર હેઠળના મોરકંડા સબ સ્ટેશન રોડ, બાલનાથ મંદિર પાછળનો વિસ્તાર, રાધીકા સ્કૂલ પાછળનો વિસ્તાર. 11 કેવી સનસીટી ફિડર હેઠળના સનસીટી-1 સન સીટી-2, રબાની પાર્ક, બુરાની પાર્ક, એસ.ટી. ડિવિજન પાસેનો વિસ્તાર, કલ્યાણચોક, બાળનાથ સોસાયટી, રંગમતિ સોસાયટી, સિલ્વર પાર્ક, અમનચમન સોસાયટી, મહારાજા સોસાયટી વગેરે વિસ્તાર.
જેટકો કંપની દ્વારા 66 કેવી બાણુગાર સબ સ્ટેશનમાં અગત્યની કામગીરી કરવાની હોવાથી નિકળતા નીચે મુજબના તમામ 11 કેવી ફિડરોના વિસ્તારોમાં વિજ પુરવઠો બંધ રહેશે. 11 કેવી સુપર સ્પીનટેસ ફિડર, 11 કેવી. બારાડી જેજીવાય ફિડર હેઠળના 11 કેવી બારાડી જેજીવાય ફિડરમાં આવતા તમામ ગામો. 11 કેવી ખિજડીયા જેજીવાય ફિડર હેઠળના 11 કેવી ખિજડીયા જેજીવાય ફિડરમાં આવતા તમામ ગામો, જાંબુડા, ખિજડીયા, રાજકોટ હાઇવે. 11 કેવી જીડબલ્યુઆઇએલ એક્સપ્રેસ ફિડર હેઠળના જીડબલ્યુએલ, જીડબલ્યુઇબી જેએમસી પાણીના સંપ. 11 કેવી મોટી બાણુગાર જેજીવાય ફિડર હેઠળના નાની બાણુંગાર, મોટી બાણુગાર. 11 કેવી સચાણા એજી ફિડર હેઠળના સચાણા અને જાંબુડા ગામનો વાડી વિસ્તાર. 11 કેવી. ખીરી એજી ફિડર હેઠળના મોટી બાણુગાર ગામનો વાડી વિસ્તાર. 11 કેવી ધારેશ્ર્વર એજી ફિડર હેઠળનો મોટી બાણુગાર ગામનો વાડી વિસ્તાર. 11 કેવી સર્વોદય એજી ફિડર હેઠળના નાની બાણુગાર અને મોટી બાણુગાર ગામનો વાડી વિસ્તાર.
આ ઉપરાંત તા. 27ના 66 કેવી ઢીંચડા, બાણુગાર, મોરકંડા, મોટીનાગાર્જર, ખેંગારકા, તા. 28ના રોજ 66 કેવી મોટાવડાલા અને શિશાંગ તથા તા. 30 મેના રોજ 66 કેવી મોટાભાડુકીયા અને ટોડામાં વિજ પુરવઠો બંધ રહેશે.