Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરમોબાઇલ એપ્લીકેશન દ્વારા લોન મેળવતા લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો

મોબાઇલ એપ્લીકેશન દ્વારા લોન મેળવતા લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો

મોબાઇલ લોન એપ્લીકેશન દ્વારા લોકોને ફસાવી છેતરપીંડી આચરનાર શખ્સ ઝડપાયો : 25થી વધુ લોકોને ફસાવી રૂા.14,25,500ની છેતરપીંડી : દ્વારકા રાજકોટ સહિતના લોકો સાથે આચર્યું કૌભાંડ

- Advertisement -

દ્વારકા તથા ખંભાળિયામાં લોકોને મોબાઇલ ફોન દ્વારા ત્વરીત લોન આપી છેતરપીંડી કરી 25થી વધુ લોકોને પોતાની ઝાળમાં ફસાવી રૂા.14,25,500ની છેતરપીંડી આચરનાર એક શખ્સને દ્વારકા એસઓજીએ ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ લોન એજન્ટ તરીકે દુકાનદારોને ઓળખ આપી મોબાઇલ લોન એપ્લીકેશન દ્વારા લોન અપાવવાની લાલચ આપી લોનના રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી ઠગાઇ કરનાર એક શખ્સ ખંભાળિયામાં હોવાની એસઓજીના એએસઆઇ અશોકભાઇ સવાણી, કોન્સ. જીવાભાઇ ગોજીયાને મળેલ બાતમીના આધારે મુળ રાજકોટમાં મહાવીરસિંહ જીતેન્દ્રસિંહ સોલંકી(ઉ.વ.27) ખંભાળિયામાં લોકોને મોબાઇલ ફોનમાં લોન એપ્લીકેશન દ્વારા લોન આપવા બાબતે વાતચિત કરતો હતો. આ દરમ્યાન એસઓજીએ શખ્સને ઝડપી લીધો હતો.

પુછપરછ દરમ્યાન મહાવીરસિંહ જીતેન્દ્રસિંહ સોલંકીએ ગત તા.20/05/2022ના રોજ અલગ-અલગ કુલ ત્રણ વ્યકિતઓને રૂા.1,70,000 તથા રૂા.35,000 તથા રૂા.5000 મોબાઇલ ફોન દ્વારા ત્વરીત લોન અપાવી ચાલાકીથી લોનના રૂપિયા પોતાના ખાતામાં ઓનલાઇન ટ્રાન્ફર કરાવી લીધાની કબુલાત આપી હતી. જે આધારે તપાસ કરતાં આરોપી વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયાનું જાણવા મળતાં વધુ પુછપરછ હાથ ધરતાં આ ગુના સિવાય રાજકોટમાં અલગ અલગ વિસ્તારોમાં રહેતાં 25થી વધુ લોકોને પોતાની ઝાળમાં ફસાવી અત્યાર સુધીમાં કુલ રૂા.14,25,500ની છેતરપીંડી કરી હોવાની હકીકત ધ્યાનમાં આવી હતી. એસઓજીને આરોપીને વધુ તપાસ માટે દ્વારકા પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -

આ કાર્યવાહી દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સુચના અને એસઓજીના પીઆઇ પી.સી.સીંગરખિયાના માર્ગદર્શન હેઠળ એસઓજીના એએસઆઇ મહમ્મદભાઇ યુસુફભાઇ બ્લોચ, અશોકભાઇ રાણાભાઇ સવાણી, હરદેવસિંહ ગુમાનસિંહ જાડેજા, હેકો.કિશોરસિંહ ભગુભા જાડેજા, નરેન્દ્રસિંહ દિલિપસિંહ રાઠોડ, પો.કો.જીવાભાઇ કરણાભાઇ ગોજીયા, સુનીલભા સમૈયાભાઇ માણેક દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular