Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરઅકસ્માતમાં ઘવાયેલા વૃધ્ધનું સારવાર દરમ્યાન મૃત્યુ

અકસ્માતમાં ઘવાયેલા વૃધ્ધનું સારવાર દરમ્યાન મૃત્યુ

ઠેબા અને થવારીયા વચ્ચે બાઇક સ્લીપ થતા ગંભીર ઇજા પહોંચી હતી : જી.જી.હોસ્પિટલમાં સારવાર લીધા બાદ અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત

જામનગરના ઠેબા અને થાવરીયા ગામ વચ્ચેથી પસાર થતાં વૃધ્ધનું મોટરસાયકલ સ્લીપ થતાં ગંભીર ઇજા પહોંચી હતી. ઘવાયેલા વૃધ્ધને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં અને ત્યારબાદ અમદાવાદ ખસેડાયા હતાં. જયાં તેનું મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ , ગોગનભાઇ જશાભાઇ ધ્રાંગીયા (ઉ.વ.60) નામના વૃધ્ધ ગત્ તા.16 એપ્રિલ 2022ના રોજ પોતાનું મોટર સાયકલ જીજે.10.સીએફ.1123 પર મેડી ગામે પ્રસંગમાં ગયા હોય ત્યાંથી પરત પોતાના ઘરે જતા હતાં ત્યારે ઠેબા અને થાવરીયા ગામ વચ્ચે મોટર સાયકલ સ્લીપ થઇ જતાં માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ગોગનભાઇને જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular