જામનગરમાં હાપા નજીક બુલેટના શો રૂમ પાસે એક યુવાનની હત્યા થતા એલસીબી, પંચ બી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે ખસેડી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
જામનગરમાં પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા pic.twitter.com/QKaHzN5CJ8
— Khabar Gujarat (@khabargujarat) May 15, 2022
આ અંગેની વિગત મુજબ જામનગરના હાપામાં બુલેટના શો રૂમ પાસે સોમાભાઇ ચારણ નામના યુવાનની છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા નિપજાવતાં પોલીસ દોડી ગઇ હતી.મૃતક યુવાનના એક પૂર્વે જ પ્રેમ લગ્ન થયા હતાં. મળતાં અહેવાલ અનુસાર સસરા પક્ષના હાથે યુવાનની હત્યા થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. હત્યા કરી આરોપી નાશી ગયા હતા. હત્યાના પગલે પરીવારજનોમાં ભયનો માહોલ છવાયો હતો. આ ઘટનાની જાણ થતાં જામનગર એલસીબી, પંચ બી, સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતાં.