Monday, December 23, 2024
Homeબિઝનેસશેરમાર્કેટ, કરન્સી, કોમોડિટી, ક્રિષ્ટો કરન્સી બધું જ કડડડભૂસ

શેરમાર્કેટ, કરન્સી, કોમોડિટી, ક્રિષ્ટો કરન્સી બધું જ કડડડભૂસ

- Advertisement -

સમગ્ર વિશ્વ હાલમાં મોંઘવારી સામે ઝઝૂમી રહ્યું છે. અમેરિકામાં ફુગાવો 8.3 ટકાના 40 વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. બ્રિટનમાં તે 7 ટકાની 30 વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે અને ફાન્સમાં તે પ.2 ટકાના સ્તરે 1990 પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો છે. ભારતમાં પણ છૂટક ફુગાવો એપ્રિલમાં વધીને 7.79 ટકા થયો હતો, જે મે 2014 પછીના આઠ વર્ષમાં સૌથી વધુ છે.

- Advertisement -

આ સમયે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થામાં તમામ મોરચે જે દબાણ જોવા મળી રહ્યું છે તેમાંથી બહાર આવવા માટે તેને ત્રણથી ચાર ક્વાર્ટર સુધી રાહ જોવી પડશે. અમેરિકા, ચીન, ભારત અને જાપાન સહિત વિશ્વના ટોચના દેશોની કરન્સી, શેરબજાર, બિટકોઈન સહિતના રોકાણના તમામ સાધનોમાં ધરખમ ઘટાડો થયો છે. જેના કારણે રોકાણકારોને મોટું નુકસાન થયું છે. કેટલાક દેશોમાં ફુગાવો 40 વર્ષની ટોચે પણ પહોંચી ગયો છે. તેલના ઊંચા ભાવ આગમાં વધારો કરી રહ્યા છે. તેને દૂર કરવા માટે વિશ્ર્વભરની 21 કેન્દ્રીય બેંકોએ વ્યાજદરમાં વધારો કર્યો છે. તેનાથી લોકોની બચત પર અસર થશે.

એક મહિનામાં ડોલર સામે રૂપિયો 1.67 ટકા તૂટ્યો છે. આ સમયગાળા દરમિયાન, ચીની યુઆન 6.5%, જાપાનીઝ યેન 17.38%, યુરો 4.35% અને બ્રિટિશ પાઉન્ડ 6.49% ઘટ્યા હતા. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડનું કહેવું છે કે ડોલર સામે રૂપિયો વધુ ઘટીને 94.4ના સ્તરે આવી શકે છે. ભારતનો નિફટી એક મહિનામાં 9.8% ઘટ્યો છે. ચીન 4.14%, જાપાન 4.08%, યુરોપિયન બજારો 7.17%, અમેરિકન ડાઉસન 6.97% ઘટ્યા. 11 એપ્રિલથી ભારતીય બજાર મૂડીમાં રૂ. 34 લાખ કરોડનો ઘટાડો થયો છે. સમગ્ર વિશ્વ હાલમાં મોંઘવારી સામે ઝઝૂમી રહ્યું છે. અમેરિકામાં ફુગાવો 8.3 ટકાના 40 વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે.

- Advertisement -

બ્રિટનમાં તે 7 ટકાની 30 વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે અને ફ્રાન્સમાં તે 5.2 ટકાના સ્તરે 1990 પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો છે. ભારતમાં પણ છૂટક ફુગાવો એપ્રિલમાં વધીને 7.79 ટકા થયો હતો, જે મે 2014 પછીના આઠ વર્ષમાં સૌથી વધુ છે. જો કે, વિકાસ દરના સંદર્ભમાં ભારતની સ્થિતિ સારી છે. ડિસેમ્બરમાં તે 5.4% વધ્યો હતો. માર્ચ ક્વાર્ટરમાં ચીનની અર્થવ્યવસ્થા 4.4 ટકા વધી હતી. યુએસ જીડીપીમાં 1.4%, યુકેનો 0.1% અને જાપાનનો 00.8% ઘટાડો થયો છે. ક્રિપ્ટોકરન્સીનું માર્કેટ કેપ 63.1 ટ્રિલિયનથી ઘટીને 621.19 ટ્રિલિયન થયું છે. એક સપ્તાહમાં બિટકોઈન 17 ટકા નીચે છે. આ 16 મહિનામાં સૌથી નીચું સ્તર છે. પોલકદાત 28 ટકા અને સોલાના 38 ટકા ઘટ્યા હતા. એડલવાઈસ મ્યુચ્યુઅલ ફંડના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર ત્રિદીપ ભટ્ટાચાર્ય કહે છે કે જયાં સુધી ફુગાવો, વ્યાજ દર અને મૂડી રોકાણ અંગે સ્પષ્ટતા નહીં થાય ત્યાં સુધી બજાર અસ્થિર રહેશે. એકસાથે રોકાણ ટાળો. આઇસીઆઇસીઆઇ બેંકના ચીફ ઇકોનોમિસ્ટ સમીર નારંગે કહ્યું, જયાં સુધી યુએસ માર્કેટમાં સ્થિરતા નહીં આવે ત્યાં સુધી અમારા માર્કેટ પર પણ તેની અસર જોવા મળશે.’ મોંઘવારીની અસર થોડા સમય માટે રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular