જામનગરમા પોલીસે રાજપાર્ક પાસે આદિત્ય પાર્ક માં બે મહિલા સહીત પાંચ શખ્સો ને 7400ની રોકડ સાથે તીન પત્તી નો જુગાર રમતા ઝડપી લીધા હતા.
જુગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં ગુલાબનગર રાજપાર્ક પાસે આદિત્ય પાર્ક, ગુરુકૃપા પ્રોવિઝન સ્ટોર પાછળ જાહેરમાં તીનપત્તી નો જુગાર રમતા હોવાની બાતમીના આધારે સીટી બી ડિવિઝન પોલીસે રેઇડ દરમ્યાન ઈરફાન અજીતભાઈ ભટ્ટી, જાવેદ દાઉદભાઈ સફીયા, રિઝવાન ઈબ્રાહીમભાઈ કાદરી અને બે મહિલા ઓ ને 7400 ની રોકડ અને ગંજીપત્તા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી કરી હતી.