આજે રોકાણકારો માટે દેશનો સૌથી મોટો IPO ખુલ્લો મૂકાયો છે. જેને લઈ બજારના ચાહકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે જ સોશિયલ મીડિયા પર IPOમાં ભાગીદારી માટે કેટલું ન્યૂનતમ અને મહત્તમ રોકાણ કરી શકાય વગેરે પ્રકારના સવાલ-જવાબની પણ આપ-લે થઈ રહી છે.
LICએ એન્કર રોકાણકારો પાસેથી 5,627 કરોડ રૂપિયા એકઠા કરી લીધા છે જેમાં મોટા ભાગની ઘરેલુ કંપનીઓ છે. એન્કર રોકાણકારો માટે 949 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેરના દર પર 5.92 કરોડ શેર આરક્ષિત રાખવામાં આવ્યા હતા. કઈંઈ પોતાના 3.5 ટકા શેરનું વેચાણ IPO દ્વારા કરવાની છે જેના દ્વારા 20,557 કરોડ રૂપિયા એકઠા થાય તેવી આશા છે.
ઈન્વેસ્ટમેન્ટ બેન્કર્સે અગાઉ આશરે 2,100 રૂપિયા જેટલી પ્રાઈસ બેન્ડ નિર્ધારીત કરી હતી પરંતુ માર્કેટ ડાઉન થયા બાદ તે 902-949 રૂપિયાની પ્રાઈસ બેન્ડમાં આવી ગયું છે. આ કારણે નાના રોકાણકારો પણ પૈસા લગાવી શકશે. ઉપરાંત પોલિસીધારકોને છૂટ મળશે અને કઈંઈ કર્મચારીઓને 45 રૂપિયાની છૂટ મળશે.
તેમાં સાધારણ ઓનલાઈન પદ્ધતિ દ્વારા રોકાણ કરી શકાશે. તમે કોઈ પણ ટ્રેડિંગ એપ દ્વારા ઓનલાઈન અરજી કરી શકશો. માત્ર KYCની જરૂર પડશે. બેંક અને ડીમેટ એકાઉન્ટની જરૂર રહેશે. કોઈ પણ ઓનલાઈન ટ્રેડિંગ એપ દ્વારા થોડા સમયમાં જ ઊંઢઈ થઈ જશે. તે માટે કોઈ ચાર્જ વગેરે નથી લાગતું.