જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લોકશાહી બચાવો-સંવિધાન બચાવોના નારા હેઠળ ધરણા કરવામાં આવ્યા હતાં. તેમજ મોંઘવારીનો માર, પ્રજા બેહાલ, બહુત હુઇ મહેંગાઇકી માર સહિતના નારા લગાવી મોંઘવારીનો વિરોધ દર્શાવ્યો હતો. લાલબંગલા સર્કલ નજીક ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ મોંઘવારી વિરુધ્ધ જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં પદયાત્રા યોજી હતી. આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઇ કુંભરવડીયા, કોર્પોેરેટર ધવલભાઇ નંદા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સહારાબેન મકવાણા તથા સંગઠન મહામંત્રી ભરતભાઇ વાળા સહિતના કોંગ્રેસના અગ્રણીઓ, કાર્યકરો જોડાયા હતાં.