Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાંથી ક્રિકેટનો ડબ્બો ચલાવતો શખ્સ ઝડપાયો

જામનગરમાંથી ક્રિકેટનો ડબ્બો ચલાવતો શખ્સ ઝડપાયો

 રૂા.1530 ની રોકડ અને રૂા.5,000ની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા.6530 નો મુદ્દામાલ કબ્જે : કપાત લેનાર સહીત ત્રણ શખ્સોના નામ ખુલ્યા

- Advertisement -

જામનગરમાં કાલાવડનાકા બહાર મહાપ્રભુજીની બેઠક પાસે જાહેરમાં મોબાઈલમાં આઈપીએલ 20-20 ના મેચના પ્રસારણ ઉપર જૂગાર રમી પૈસાની હારજીત કરતા શખ્સને સીટી એ ડીવીઝન પોલીસની ટીમે રોકડ અને મોબાઇલ સહિત રૂા.6530 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દરોડા અંગેની વિગત મુજબ, જામનગરમાં કાલાવડનાકા બહાર મહાપ્રભુજીની બેઠક શ્રીજી સોસાયટી ચોકડી પાસે જાહેરમાંમુકેશ બાબુલાલ નકુમ નામનો શખ્સ મોબાઇલમાં ક્રિકેટ એક્ષચેન્જ નામની એપ્લીકેશનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાતી ઈન્ડિયન પ્રીમીયર લીગ 20-20 ના જીવંત પ્રસારણ ઉપર રનફેરના સોદા કરી જૂગાર રમતો ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી રૂા.1530 ની રોકડ રકમ અને રૂા.5,000ની કિંમતનો એક મોબાઇલ મળી કુલ રૂા.6530 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને પૂછપરછ હાથ ધરતા મો.નં. 90970 19999 પાસેથી સોદા કરી અને કિરીટભાઈ મો.નં. 97234 81109 પાસેરૂપિયાની લેતી દેતી કરતો હોવાની કેફિયત પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular