જામનગરમાં ગોકુલનગર સોમનાથ સોસાયટી શેરી નંબર 1માં રહેતા યુવાને ભૂલથી ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યાનું તબીબો એ જાહેર કર્યું હતું.
આ અંગેની મળતી વિગત અનુસાર શહેરના ગોકુલનગર સોમનાથ સોસાયટી શેરી નંબર 1માં રહેતા વિજયભાઈ અશોકભાઈ વાઘુણા (ઉ.વ.33) નામના યુવાનને ડાયાબીટીસની બીમારી હોયગત તારીખ 17 એપ્રિલના રોજ પોતાના ઘરે ભૂલથી ઝેરી દવા પી જતા ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયો હતો.જયાં સારવાર દરમ્યાન તેનુ મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવની સંજયભાઈ દ્વારા જાણ કરાતા હે.કો. કે.આર.ગોસ્વામી તથા સ્ટાફે મૃતદેહ નો કબજો સાંભળી પી.એમ. માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.