વિશ્વભરમાં 22 એપ્રિલના રોજ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઈશા ફાઉન્ડેશનણા સ્થાપક સદ્ગુરુએ માટી બચાવવાની ચળવળના ભાગરૂપે તેમની 100-દિવસીય, 30,000 કિમીની બાઈક યાત્રા શરુ કરી છે. અને 33મા દિવસે સર્બિયાની રાજધાની બેલગ્રેડથી બધા પૃથ્વીવાસીઓએ સંદેશો પાઠવ્યો હતો.
સદ્ગુરુએ પોતાના sandeshમાં જણાવ્યું હતું કે,” જો વિશ્વ માટીને લુપ્ત થવાથી બચાવવા તાત્કાલિક અને નિર્ણાયક પગલાં લઈને વૈશ્વિક નીતિમાં સુધારાઓ શરૂ કરવામાં નિષ્ફળ જાય તો આ ગ્રહ આગામી 30-40 વર્ષોમાં ગંભીર સંકટમાં હોય શકે છે. સૂક્ષ્મજીવોની 27,000 પ્રજાતિઓના વાર્ષિક લુપ્ત થવાના દર તરફ લઇ જતી માટીની ઝડપી અધોગતિનો ઉલ્લેખ કરતા કહ્યું, આપણે, એક પેઢી તરીકે, જો આપણું મન બનાવી લઈએ, તો આગામી 8 થી 12 અથવા વધુમાં વધુ 15 વર્ષમાં આને પાછું ફેરવી શકીશું.”
યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન (UNCCD) અને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) જેવી સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાઓએ ચેતવણી આપી છે કે માટીનો વિનાશ થવાથી ખાદ્ય અને પાણીની સુરક્ષા સામે વૈશ્વિક ખતરો છે અને તે સમગ્ર વિશ્વમાં નાગરિકો વચ્ચેના કૃર સંઘર્ષમાં પરિણમી શકે છે. તે દરેક દેશની રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકતા અભૂતપૂર્વ સ્થળાંતર પણ કરાવી શકે છે.
સદ્ગુરુએ ગયા મહિને માટી બચાવવા માટે વૈશ્વિક ચળવળ શરૂ કરી હતી. તાત્કાલિક નીતિ સુધારણા માટે વૈશ્વિક સર્વસંમતિના નિર્માણ માટે યુરોપ, મધ્ય એશિયા અને મધ્ય પૂર્વમાંથી પસાર થતી તેમની યાત્રા જૂનમાં કાવેરી નદીના તટપ્રદેશમાં સમાપ્ત થશે. ઈશાના કાવેરી કોલિંગ અભિયાનની શરૂઆત આ તટપ્રદેશમાં થયેલી – કાવેરી કોલિંગ એક મહત્વાકાંક્ષી ઇકોલોજીકલ ચળવળ છે જે સદ્ગુરુ દ્વારા કાવેરી નદીના તટપ્રદેશને ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં માટીના સ્વાસ્થ્ય અને જળાશયોના પુનર્સ્થાપન માટેના એક ઉદાહરણરૂપ મોડેલ તરીકે દર્શાવવા માટે શરૂ કરવામાં આવી હતી.
આ એક લોક ચળવળ છે જેનો ધ્યેય ૩.૫ અબજ લોકોના(દુનિયાની ૬૦% થી વધુ મતદાતા વસ્તી) સમર્થનનું પ્રદર્શન કરવું દુનિયાભરમાં અને સરકારોને સશક્તિકરણ આપવું એવો છે કે, જેથી તેઓ માટીને પુનર્જીવિત કરવા અને તેની અધોગતિ થતી રોકવા નીતિ-આધારિત કાર્યો કરી શકે. વિશ્વનાં નેતાઓ, પ્રભાવકો, કલાકારો, નિષ્ણાતો, ખેડૂતો, આધ્યાત્મિક નેતાઓ, બિનસરકારી સંસ્થાઓ અને નાગરિકો માનવતાના માટી સાથેના સંબંધને પુનઃસ્થાપિત કરવા આ અભિયાનને પૂરેપૂરું સમર્થન આપે છે.