જામનગર શહેર નજીક નાગના રોડ પર આવેલા નાગેશ્વર પાર્ક વિસ્તારમાં રહેતી મહિલાને એક શખ્સે અપશબ્દો બોલી લોખંડના પાઈપ વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરમાં નાગના રોડ પર આવેલા નાગેશ્વર પાર્કમાં રહેતાં શીલાબેન રમેશ ઢાપા નામના મહિલાના પુત્ર સહિતના બે યુવકોને મુકેશ ઉર્ફે ભુરો ઉર્ફે મહેશ ગુજરિયા નામના શખ્સે ફડાકો મારતા મહિલા તે સમયે આવી જતા મહિલાને અપશબ્દો બોલી ગાડીમાં રહેલા લોખંડના પાઈપ વડે મોઢામાં તથા કપાળમાં હુમલો કરી ઈજા પહોંચાડી હતી અને પછાડી દઇ પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના બનાવ અંગેની જાણ કરતા હેકો આર.એ. કુબાવત તથા સ્ટાફે મુકેશ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.