Monday, December 23, 2024
HomeબિઝનેસStock Market Newsભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્ રહેશે...!!!

ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્ રહેશે…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

- Advertisement -

ગત ટૂંકા સપ્તાહમાં વૈશ્વિક મોરચે જીઓપોલિટીકલ ટેન્શન સાથે કોરોનાના નવા વેરિયન્ટનો ખોફ વિશ્વમાં ફેલાવા લાગતાં આર્થિક ચિંતાના પરિણામે વૈશ્વિક બજારોમાં ધોવાણ સાથે કોર્પોરેટ ઈન્ડિયાની માર્ચ ૨૦૨૨ના અંતના ત્રિમાસિક પરિણામોની સીઝન શરૂ થતાં શેરોમાં સાવચેતી અને ઇન્ડેક્સ બેઝડ નરમાઈએ ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. પેટ્રોલ, ડિઝલના ભાવમાં સતત વધારો નોંધાતા ફુગાવા કાબૂ બહાર અસહ્ય બની જવા સાથે હવે ઔદ્યોગિક એકમોને મોટો ફટકો પડવાના સંકેત ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝ, એફઆઈઆઈઝ ભારતીય ઇક્વિટીમાં વેચવાલ રહ્યા હતા. સ્થાનિક સ્તરે પણ ફુગાવાનો આંક વધીને ૧૭ મહિનાની ટોચે પહોંચતાં આગામી દિવસોમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા મોંઘવારીને અંકુશમાં લેવા વ્યાજ દરમાં વધારો કરવો અનિવાર્ય બની જવાના સંકેત અને વધતાં જીઓપોલિટીકલ ટેન્શન સાથે કોરોનાના વધતાં ઉપદ્વવની ચિંતા વચ્ચે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

- Advertisement -

સમગ્ર વિશ્વજગત માટે હાલ સૌથી મોટી સમસ્યા રશિયા – યુક્રેન યુદ્ધ કે રશિયા-અમેરિકાના વણસતા સંબંધો નથી કે ના ચીનની ચિંતા કે ના વ્યાજદર વધારાનો ભય. તમામને ચિંતા છે મોંઘવારીની…. છેલ્લા ૧૨ મહિનામાં ફુગાવાના અંદાજમાં સતત વધારો કરવાની ફરજ પડી રહી છે અને દરેક નવા આર્થિક આંકડા આગામી સમયનું ભયવાહ ચિત્ર રજૂ કરતા અનુમાનમાં પણ વધારો કરવાની ફરજ પડતી ગઈ છે. મોંઘવારીને ડામવા માટે યુએસ ફેડે વ્યાજદરમાં માર્ચ મહિનામાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે અને ૨૦૨૨ના વર્ષમાં વધુ ૧૭૦-૧૮૦ બેસિસ પોઈન્ટનો વધારો કરવો પડશે. વર્ષ ૨૦૨૨માં યુએસ ફેડની હવે માત્ર ૬ મોનેટરી પોલિસીની બેઠક યોજાશે છે અને તેમાં એક મીટિંગમાં વ્યાજદરમાં ૫૦ બેસિસ પોઈન્ટ કે તેથી વધુ મોટો વધારો જોવા મળી શકે છે. વ્યાજદરમાં વૃદ્ધિની સાથે યુએસ ફેડ બોન્ડની ખરીદી પણ અટકાવશે અને બેલેન્સશીટમાં ઘટાડો થશે.

આગામી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની પોલસી સમીક્ષા પણ અનેક કારણોસર હંમેશા ખાસ રહેશે. આરબીઆઈનો હસ્તક્ષેપ છતાં ચલણ અસ્થિર છે. રેપો રેટ યાથાવત રાખવામાં આવ્યો હોવા છતાં મોનેટરી પોલિસી કમિટી એ કેટલાક આશ્ચર્ય સર્જ્યા છે. વલણ અનુકુળ રાખવામાં આવ્યું છે. જોકે, કોમેન્ટ્રીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ફુગાવાની ચિંતાને ધ્યાનમાં લેવાઈ છે. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ અને ફુગાવા અંગેના અનુમાનમાં જે ફેરફારો અપેક્ષિત હતા તે છે. અહીં, આરબીઆઈ ખૂબ જ આક્રમક છે, ખાસ કરીને વૃદ્ધિ પર, જે નબળાઈઓ કરતાં વધુ શક્તિઓને પ્રકાશિત કર્યા પછી ૭.૮%થી ઘટીને ૭.૨% છે. સરકારના અંદાજપત્રીય આંકડાઓ પર તેની અસર પડશે. ફુગાવા માટે, આરબીઆઈએ ફરીથી ૪.૫% થી ૫.૭%નો દષ્ટિકોણ બદલ્યો છે. આ પગલા ચોક્કસપણે સંકેત કરે છે કે વ્યાજ દરો વધારવામાં આવશે અને આગામી બે નીતિઓમાં બે રેપો રેટમાં વધારો થવાની સંભાવના છે સિવાય કે ફુગાવો ઝડપથી નીચે ન આવે, જે અસંભવિત લાગે છે.

- Advertisement -

મિત્રો, કેલેન્ડર વર્ષ ૨૦૨૨માં સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….

સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જાન્યુઆરી ૨૦૨૨માં અંદાજીત રૂ.૨૧,૯૨૮.૪૦ કરોડની ખરીદી, ફેબ્રુઆરી ૨૦૨૨માં અંદાજીત રૂ.૪૨,૦૮૪.૦૭ કરોડની ખરીદી, માર્ચ ૨૦૨૨માં અંદાજીત રૂ.૩૯,૬૭૭.૦૩ કરોડની ખરીદી તેમજ ૧૩ એપ્રિલ ૨૦૨૨ સુધીમાં અંદાજીત રૂ.૫૭૭૨.૧૧ કરોડની ખરીદી કરવામાં આવી હતી, જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જાન્યુઆરી ૨૦૨૨માં અંદાજીત રૂ.૪૧,૩૪૬.૩૫ કરોડની વેચવાલી, ફેબ્રુઆરી ૨૦૨૨માં અંદાજીત રૂ.૪૫,૭૨૦.૦૭ કરોડની વેચવાલી, માર્ચ ૨૦૨૨માં અંદાજીત રૂ.૪૩,૨૮૧.૩૧ કરોડની વેચવાલી તેમજ ૧૩ એપ્રિલ ૨૦૨૨ સુધીમાં અંદાજીત રૂ.૧૦,૭૬૨.૩૮ કરોડની વેચવાલી કરવામાં આવી હતી

બજારની ભાવી દિશા…. મિત્રો, ગત ટૂંકા સપ્તાહમાં વૈશ્વિક બજારોમાં અફડાતફડી સાથે ભારતીય શેરબજારમાં પણ ઉછાળે સાવચેતી જોવાઈ છે. યુક્રેન યુદ્વ ની અસરમાં ક્રુડ અને ગેસના ભાવમાં વધારા પાછળ વૈશ્વિક ફુગાવો વધી રહ્યો હોઈ ભારત માટે પણ ચિંતા હોવાના રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ધિરાણ નીતિ સમીક્ષામાં નિવેદન અને આર્થિક વૃદ્વિનો અંદાજ ઘટાડવાના અને  ફુગાવામાં વૃદ્વિના અંદાજો  છતાં વ્યાજ દર યથાવત રાખીને આર્થિક વૃદ્વિને સપોર્ટ આપવાનો પ્રયાસ કરાયો છે. જેની પોઝિટીવ અસર ભારતીય શેરબજારોમાં આગામી દિવસોમાં જોવાઈ શકે છે. યુક્રેન-રશિયા યુદ્વના છેલ્લા બે સપ્તાહમાં વૈશ્વિક શેરબજારો અને કોમોડિટીઝ બજારોમાં મોટી અફડાતફડી જોવાયા બાદ હવે યુક્રેન અને રશિયા દ્વારા શરૂ થયેલા વાટાઘાટના દોરમાં પોઝિટીવ સંકેતો મળી રહ્યા હોવા સાથે વૈશ્વિક બજારોમાં ખાસ ક્રુડ ઓઈલના ભાવોમાં તેજી શાંત પડી છે.

ઈરાક યુદ્વની જેમ યુક્રેન – રશિયા યુદ્વ પણ નોન-ઈવેન્ટ બનતું જોવા મળી રહ્યું છે. ફેડ દ્વારા દરમાં વધારા અંગે આક્રમક નીતિથી આશ્ચર્યચકિત છે કારણ કે યુએસમાં ફુગાવો ફેબ્રુઆરી બાદમાં માર્ચમાં પણ ચાર દાયકાના નવા ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ફેડે વ્યાજ દરમાં ત્રણ વર્ષ બાદ પ્રથમ વખત ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. ફેડ આગામી બેઠકોમાં તબક્કાવાર વ્યાજદરમાં ૨.૭૫% સુધી વધારો કરશે. આગામી દિવસોમાં યુએસ ફેડરલ રિઝર્વના અપેક્ષિત વધારાને કારણે વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં અસ્થિરતા અને વ્યાજદરોમાં વધારો અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝના શેરોમાં સતત વેચવાલી ભારતના અર્થતંત્ર માટે સૌથી મોટા પડકારો છે. જીઓપોલિટીકલ ટેન્શન હજુ કાયમ હોઈ અને ફુગાવાના પરિબળ  સાથે વૈશ્વિક પરિબળો અનિશ્ચિત છે. જેમાં હવે કોર્પોરેટ પરિણામોની સીઝન શરૂ થતાં આગામી દિવસોમાં કંપનીઓના પરિણામોની અપેક્ષા વચ્ચે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડી જોવા મળી શકે છે, તેથી દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૭૫૦૬ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૬૦૬ પોઇન્ટના પ્રથમ અને ૧૭૬૭૬ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૭૪૭૪ પોઇન્ટથી ૧૭૪૦૪ પોઇન્ટ, ૧૭૩૭૩ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૭૬૭૬ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૭૫૩૦ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૭૦૦૭ પોઇન્ટના પ્રથમ અને ૩૬૮૦૮ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૭૮૦૮ પોઇન્ટથી ૩૮૦૦૮ પોઇન્ટ, ૩૮૦૮૮ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૮૦૮૮ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) કોચીન શીપયાર્ડ ( ૩૩૭ ) :- શિપ બિલ્ડીંગ & એલાઈડ સર્વિસીસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૨૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૩૧૬ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૫૩ થી રૂ.૩૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૩૭૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

) મઝાગોન ડોક શિપબિલ્ડર્સ ( ૩૦૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૭૨ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૩૧૮ થી રૂ.૩૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) રાઈટ્સ લિમિટેડ ( ૨૮૦ ) :- રૂ.૨૬૨ નો પ્રથમ તેમજ રૂ.૨૪૭ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૨૯૩ થી રૂ.૩૦૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ ( ૨૨૮ ) :- એરોસ્પેસ & ડિફેન્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૩૧૭ થી રૂ.૩૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) KRBL લિમિટેડ ( ૨૪૫ ) :- રૂ.૨૩૩ નો પ્રથમ તેમજ રૂ.૨૧૮ ના સ્ટોગ સપોર્ટથી એગ્રીકલ્ચરલ પ્રોડક્ટસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૬૨ થી રૂ.૨૭૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા.!!

) એલિકોન એન્જિનિયરિંગ ( ૧૮૭ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૭૩ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૧૯૬ થી રૂ.૨૦૨ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) ચેન્નાઈ પેટ્રોલિયમ ( ૧૭૩ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૬૦ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૧૮૩ થી રૂ.૧૯૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) ગેઈલ (ઈન્ડિયા) લિ. ( ૧૬૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ગેસ ટ્રાન્સમિશન / માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૦ આસપાસ રોકાણકારે રૂ.૧૭૬ થી રૂ.૧૮૮ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૪૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૧૬૦૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૫૭૦ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! રેસિડેન્શિયલ & કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૬૪૭ થી રૂ.૧૬૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) મુથુત ફાઈનાન્સ ( ૧૩૨૦ ) :- આ સ્ટોક રૂ.૧૨૯૭ નો પ્રથમ તેમજ રૂ.૧૨૮૦ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૩૪૭ થી રૂ.૧૩૬૦ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) ઇન્ડિગો ( ૧૮૯૮ ) :- ૨૫૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૧૮૬૦ નો પ્રથમ તેમજ રૂ.૧૮૪૪ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! એરલાઇન સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૩૩ થી રૂ.૧૯૭૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૭૬૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૮૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૮૦૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૭૩૭ થી રૂ.૧૭૧૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૧૮ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) હેવેલ્સ ઈન્ડિયા ( ૧૨૭૫ ) :- રૂ.૧૨૯૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૦૯ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૨૬૦ થી રૂ.૧૨૪૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૩૨૦ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) મેક્સ ફાઈનાન્સિયલ સર્વિસીસ ( ૭૮૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૭૯૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૮૦૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૭૬૭ થી રૂ.૭૫૫ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૧૮ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

           રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો……

) જીનસ પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ ( ૮૨ ) :- ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૮૮ થી રૂ.૯૫ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૭૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ ( ૭૫ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે સ્પેશિયલ્ટી કેમિકલ્સ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૬૬ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૮૪ થી રૂ.૯૦ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) લેમન ટ્રી હોટેલ્સ ( ૬૭ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૦ નો પ્રથમ તેમજ રૂ.૫૭ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! હોટેલ્સ & રિસોર્ટ્સ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૭૩ થી રૂ.૮૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) માધવ માર્બલ્સ & ગ્રેનાઈટ્સ ( ૫૬ ) :- રૂ.૪૮ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૬૨ થી રૂ.૬૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૬૮ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

નિફટી ફયુચર રેન્જ ૧૭૩૭૩ થી ૧૭૬૭૬ પોઇન્ટ ધ્યાને લેવી…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular