સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સીના ડિરેક્ટર વિલિયમ બર્ન્સ એ ગુરૂવારે કહ્યું હતું કે, રશિયાને યુક્રેન સામેના હુમલા દરમિયાન જે નિરાશા મળી તે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ઓછા અંતરના અને ઓછા શક્તિશાળી પરમાણુ હથિયારનો સહારો લેવા માટે ઉશ્કેરી શકે છે. એટલાન્ટા ખાતે એક ભાષણ દરમિયાન બર્ન્સે કહ્યું હતું કે, ’રાષ્ટ્રપતિ પુતિન અને રશિયન નેતૃત્વની હતાશા અને અત્યાર સુધી તેમણે સૈન્ય મામલે જે અસફળતાઓનો સામનો કરવો પડ્યો છે તેને ધ્યાનમાં રાખીને આપણામાંથી કોઈ ઓછા અંતરના અને ઓછા શક્તિશાળી પરમાણુ હથિયારોનો સહારો લેવાના સંભવિત જોખમને હળવાશથી ન લઈ શકીએ.’ જ્યોર્જિયા ટેક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધિત કરતી વખતે બર્ન્સે કહ્યું કે, ક્રેમલિન તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે, તેણે 24 ફેબ્રુઆરીના રોજ હુમલા શરૂ થયા ત્યાર બાદ તરત જ રશિયન પરમાણુ બળોને હાઈ એલર્ટ પર રાખ્યા હતા. જોકે અમેરિકાએ વાસ્તવિક તૈનાતીના ’ઘણાં બધા વ્યાવહારિક પુરાવા’ નથી જોયા તે વધુ ચિંતાની વાત છે. બર્ન્સે જણાવ્યું કે, ’અમે સ્પષ્ટરૂપે ખૂબ જ ચિંતિત છીએ. મને ખબર છે કે રાષ્ટ્રપતિ બાઈડન ત્રીજા વિશ્ર્વ યુદ્ધથી બચવા મામલે ખૂબ જ ચિંતિત છે. તમે જાણો જ છો કે એક હદ સુધી બચી ગયા બાદ પરમાણુ સંઘર્ષ સંભવ છે.’ રશિયા પાસે ઓછા અંતરના એવા અનેક પરમાણુ હથિયારો છે જે દ્વિતિય વિશ્ર્વ યુદ્ધ દરમિયાન અમેરિકા અને હિરોશિમા પર વરસાવવામાં આવેલા બોમ્બ કરતાં ઓછા શક્તિશાળી છે.
રશિયન સૈન્ય સિદ્ધાંતોમાં એક સિદ્ધાંત એવો છે જેને એસ્કેલેટ ટુ ડી-એસ્કેલેટ કહેવામાં આવે છે. તેમાં પશ્ર્ચિમ સાથેના પરંપરાગત સંઘર્ષમાં સ્થિતિ ગંભીર રીતે ખરાબ થવા પર ઓછા શક્તિશાળી પરમાણુ હુમલાને પહેલા લોન્ચ કરવાનો પણ સમાવેશ થાય છે.