Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરશનિવારે જામનગરમાં હનુમાનજીના જન્મોત્સવની વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નિકળશે શોભાયાત્રા

શનિવારે જામનગરમાં હનુમાનજીના જન્મોત્સવની વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નિકળશે શોભાયાત્રા

જામનગરમાં આગામી 16 એપ્રિલે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા રામ ભક્ત હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

છોટી કાશી ગણાતા જામનગરમાં આગામી 16 એપ્રિલ શનિવારે હનુમાન જનમોત્સવ ના પાવન અવસરે ભગવાન હનુમાનજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આયોજિત હનુમાનજીના જન્મોત્સવની શોભાયાત્રાનું પ્રસ્થાન ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતેથી થનાર છે.

આ શોભાયાત્રાનું પ્રસ્થાન પ્રસંગે સ્વામિનારાયણ ગુરુકુળના ગોવિંદસ્વરૂપ સ્વામીજી, ચિંતનપ્રિય સ્વામી, સ્વામિનારાયણ મંદિરના પૂ. ચત્રભુજ સ્વામીજી, કૃષ્ણ પ્રણામી ધર્મના સંતો, સંત હરિ બાપુ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ભરતભાઇ મોદી, કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, જામનગરના સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્યો આર.સી.ફળદુ, ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મૂંગરા, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીના હોદ્દેદારો તેમજ જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશનના હોદ્દેદારો, લઘુ ઉદ્યોગ ભારતી ના હોદ્દેદારો ઉપરાંત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગાવાહિની અને માતૃશક્તિના અધિકારીઓ કાર્યકરો ઉપસ્થિત રહેશે.

- Advertisement -

જામનગરમાં શનિવારે હનુમાન જનમોત્સવના પાવન અવસરે સવારે 9:00 વાગ્યે ખોડિયાર કોલોની વિસ્તારના શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતેથી શોભાયાત્રા પ્રસ્થાન થઇ સંતોષી માતાજીના મંદિર, શરૂ સેક્શન રોડ, પંચવટી વિસ્તાર, ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ રોડ, પંડિત નહેરુ માર્ગ, અંબર સિનેમા સર્કલ, જુના રેલવે સ્ટેશન વિસ્તાર, જુલેલાલ ચોક, બેડી ગેટ, ચાંદી બજાર, માંડવી ટાવર, સેન્ટ્રલ બેન્ક રોડ, હવાઈ ચોક વિસ્તારમાંથી પસાર થઈ તળાવની પાળ ખાતે આવેલા વિશ્વવિખ્યાત શ્રી બાલા હનુમાનજી મંદિરે સંપન્ન થશે.

હનુમાન જનમોત્સવની આ શોભાયાત્રામાં રામ ભક્ત હનુમાનજીની વિવિધ ઝાંખી કરાવતા વિશ્ર્વ હિન્દુ પરિષદ, બજરંગદળ અને સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ખાસ ધાર્મિક ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર રહેશે. આ હનુમાનજી જન્મોત્સવ ની શોભાયાત્રા દરમિયાન સવારથી જ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, દુર્ગાવાહિની, માતૃશક્તિ અને વિવિધ ધાર્મિક તેમજ સામાજિક અને રાજકીય સંસ્થાઓના અગ્રણીઓ અને ધર્મપ્રેમીઓ બાઈક સાથે પણ જોડાશે.

- Advertisement -

આગામી રામ ભક્ત શ્રી હનુમાનજીના જન્મોત્સવ ની ઉજવણી શોભાયાત્રા માટે વિશ્ર્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક રવિરાજસિંહ જાડેજા, મંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા, શહેર મંત્રી સુબ્રમણ્યમભાઈ પિલે, ગ્રામ્યના મંત્રી પ્રિતમસિંહ વાળા, સહમંત્રી રવિન્દ્રભાઈ કુંભારાણા, પ્રફુલાબેન અગ્રાવત, વિશ્વ હિન્દુ પરિષદના પ્રચાર પ્રસાર વિભાગના સંયોજક કિંજલભાઈ કારસરીયા, વિશેષ સંપર્ક સંયોજક કલ્પેનભાઈ રાજાણી, ધર્માચાર્ય સંપર્ક સંયોજક સુરેશભાઈ ગોંડલીયા, ગૌરક્ષા સંયોજક ધર્મેન્દ્રસિંહ, માતૃશક્તિ સૌરાષ્ટ્ર પ્રાંતના સહસાયોજીકા નિમિષાબેન ત્રિવેદી, માતૃશક્તિના જામનગર જિલ્લાના સંયોજીકા હીનાબેન અગ્રાવત, દુર્ગાવાહિનીના જિલ્લા સંયોજીકા કૃપાબેન લાલની આગેવાનીમાં હનુમાનજી જન્મોત્સવની શોભાયાત્રા સમિતિના ક્ધવીનર સંજયસિંહ કંચવા તેમજ સહ ક્ધવીનર દિલીપસિંહ ચૌહાણની રાહબરી હેઠળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરો આ શોભાયાત્રા સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. આગામી શનિવારે છોટી કાશી ગણાતા જામનગરમાં નીકળનાર આ શોભાયાત્રા દરમ્યાન વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા તમામ ધર્મ પ્રેમીઓને જોડાવવા આહવાન કરવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular