શહિદોને શત-શત નમન કાર્યક્રમ અંતર્ગત ભારતભરતમાં સર્વોચ્ચ બલિદાન તરીકે પ્રાણોની આહુતિ આપનારા ભારતીય સેનાના શહિદ વીરોનું સન્માન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત તા. 4ના રોજ જામનગરના વીર શહિદ હરિલાલ મકવાણા (એમઇ-આઇ)ને 8 ગુજરાત એનસીસી નેવલ યુનિટ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. 8 ગુજરાત એનસીસી નેવલ યુનિટના ઓફિસીએટ કમાન્ડીંગ ઓફિસર મનિષ મલ્હોત્રા દ્વારા શહિદ હરિલાલ મકવાણાને પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ એનસીસી કેડેટસ દ્વારા નેવલ બેન્ડની સુરાવલી તેમજ પરિવારજનોને મોમેન્ટો અર્પણ કરી દેશવતી આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે 6 પીઆઇ સ્ટાફ, એક ઓફિસર, એક અનેએનઓ, 28 કેડેટસની ઉપસ્થિતિ રહી હતી.


