Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયમોંઘવારીએ માઝા મૂકી, ફુગાવો બેફામ

મોંઘવારીએ માઝા મૂકી, ફુગાવો બેફામ

શાકભાજીથી લઇને તેલ સુધીની ખાદ્ય વસ્તુઓ મોંઘી : રીટેઇલ ફુગાવો 6.95 ટકાની 17 મહિનાની ટોચે

- Advertisement -

દેશના લોકોને મોંઘવારીથી કોઇ રાહત મળી રહી નથી. શાકભાજીથીલઇને તેલ સુધીની તમામ ખાદ્ય વસ્તુઓ મોેંઘી થઇ જતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે અને તેમને મર્યાદિત આવકમાં ઘર ચલાવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મોંઘી ખાદ્ય વસ્તુઓને કારણે માર્ચમાં રિટેલ ફુગાવોે વધીને 6.95 ટકા થઇ ગયો છે. જે 17 મહિનાની સર્વોચ્ચ સપાટી છે. માર્ચમાં નોંધાયેલો 6.95 ટકા ફુગાવો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ફુગાવાના નિર્ધારિત લક્ષ્યાંક કરતા ઘણું વધારે છે તેમ સરકાર દ્વારા જારી આંકડામાં જણાવવામાં આવ્યું છે. છેલ્લા સળંગ ત્રણ મહિનાથી ક્ધઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારિત ફુગાવો 6 ટકાથી વધારે રહ્યો છે. આ અગાઉ ઓક્ટોબર, 2017માં ફુગાવો 7.61 ટકા નોંધવામાં આવ્યો હતો. માર્ચ, 2022માં ખાદ્ય વસ્તુઓનો ફુગાવો 7.68 ટકા રહ્યો છે. ફેબ્રુઆરી, 2022માં ખાદ્ય વસ્તુઓને ફુગાવે 5.85 ટકા હતો. માર્ચ, 2021માં રીટેલ ફુગાવો 5.52 ટકા હતો અને ખાદ્ય વસ્તુઓનો ફુગાવો 4.87 ટકા હતો. આરબીઆઇના લક્ષ્યાંક મુજબ રીટેલ ફુગાવો ચાર ટકા અને તેમાં મહત્તમ બે ટકાની વધ ઘટ સ્વીકાર્ય છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનએસઓ) દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર ઓઇલ અને ફેટનો ફુગાવો વધીને 18.79 ટકા થઇ ગયો છે.રશિયા-યુક્રેનના યુદ્ધને કારણે ખાદ્ય તેલના ભાવમાં પણ વૃદ્ધિ જોવા મળી છે. યુક્રેન સનફલાવર ઓઇલનો મુખ્ય નિકાસકાર દેશ છે. ક્વાર્ટરને આધારે જોઇએ તો જાન્યુઆરીથી માર્ચ સુધીના કવાર્ટરમાં રીટેલ ફુગાવો 6.34 ટકા રહ્યો છે. માર્ચમાં શાકભાજીના ભાવમાં 11.64 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. ફેબુ્રઆરી, 2022ની સરખામણીમાં માર્ચમાં માંસ અને માછલીના ભાવમાં 9.63 ટકાનો વધારો જોવા મળ્યો છે. ઇંધણ અને વીજ સેક્ટરનો ફુગાવો 7.52 ટકા રહ્યો છે જે અગાઉના મહિનામાં 8.73 ટકા હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular