હાલમાં જ રાજ્યમાં 77 આઈપીએસ અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા હતાં. જેમાં જામનગર અને દ્વારકા જિલ્લાના પોલીસવડાની બદલી કરવામાં આવી હતી. જામનગર પોલીસવડા તરીકે અમદાવાદ ઝોન-7 ના ડીસીપી પ્રેમસુખ ડેલુ અને દ્વારકા જિલ્લાના પોલીસવડા તરીકે નિતેશ પાંડેય તથા દ્વારકાના પોલીસવડા સુનિલ જોશીની અમદાવાદ ખાતે બદલીના આદેશો કરવામાં આવ્યાં હતાં.
જામનગરના પોલીસવડા તરીકે અમદાવાદ ઝોન-7ના ડીસીપી પ્રેમસુખ ડેલુની નિમણૂંક કરવામાં આવી હતી અને આજે સવારે તેમણે જામનગર પોલીસવડા તરીકેનો ચાર્જ વિધિવત સંભાળ્યો હતો. પોલીસવડાના આગમનને પોલીસવિભાગે સ્વાગત કરી શુભેચ્છા પાઠવી હતી. જામનગરના એસપી નિતેશ પાંડેયની દ્વારકા જિલ્લામાં બદલી થતા આજે તેમની પાસેથી પ્રેમસુખ ડેલુએ ચાર્જ સંભાળ્યો હતો અને નિતેશ પાંડેય આજે દ્વારકાધિશના દર્શન કર્યા બાદ દ્વારકા પોલીસવડા તરીકેનો ચાર્જ સંભાળશે.
જામનગરના પોલીસવડા પ્રેમસુખ ડેલુનો રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં રાસીસર ગામમાં રહેતા ખેડૂત રામધન ડેલુને ત્યાં 3 એપ્રિલ 1988 તેઓનો જન્મ થયો હતો. તેમના ભાઈ રાજસ્થાન પોલીસમાં કોન્સ્ટેબલ છે. પ્રેમસુખ ડેલુ છ વર્ષમાં 12 સરકારી નોકરી મેળવી ચુક્યા છે તેઓએ પ્રાથમિક શિક્ષા તેમના ગામ તથા કોલેજની શિક્ષા ડુંગળ કોલેજમાં લીધેલ છે. 2010 માં તેઓને તરવરીની નોકરી દરમિયાન તેઓએ એમ.એ નો અભ્યાસ પૂર્ણ કર્યો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ પણ કરી. ત્યારબાદ તેઓએ અસિસ્ટન જેલરની પરીક્ષામાં પણ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યા બાદ તેઓને રાજસ્થાન સરકારમાં પ્રોફેસર તરીકે નોકરી મળી, નીટની પરીક્ષા પાસ કરી તેઓ પ્રોફેસર બન્યા અને તે દરમિયાન તેઓએ આઈ.પી.એસ ની તૈયારી ચાલુ રાખી અને 2015 ના યુ.પી.એસ.સી ની પરીક્ષામાં 170મી રેન્ક મેળવી સંઘર્ષમય જીવન માંથી આગળ આવેલ પ્રેમસુખ ડેલુની જામનગરના એસ.પી તરીકે નિમણુંક થયેલ છે.