Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં આવતીકાલે કયા વિસ્તારમાં પાણી વિતરણ નહીં કરાઈ ?

જામનગર શહેરમાં આવતીકાલે કયા વિસ્તારમાં પાણી વિતરણ નહીં કરાઈ ?

- Advertisement -

જામનગર સહિત સમગ્ર રાજયમાં આકરા ઉનાળાનો પ્રારંભ થઇ ગયો છે અને ગરમીનો પારો સતત ઉંચકાતો જાય છે. હજી તો ઉનાળાની શરૂઆત છે. જામનગરમાં સોલેરિયમ ઇએસઆરથી ગાંધીનગર સુધીના વિસ્તારમાં આવતીકાલે પાણી વિતરણ બંધ રહેશે તેમ મહાપાલિકાના વોટર વર્કસ શાખાના ઇજનેર દ્વારા જણાવાયું છે

- Advertisement -

.
આકરો ઉનાળો શરૂ થઇ ગયો છે અને ઉનાળાના પ્રારંભથી જ પાણી વિતરણમાં કાપની શરૂઆત થઇ ગઇ છે. જામનગર મહાનગરપાલિકાના વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઇજનેરની યાદીમાં જણાવ્યા મુજબ, આવતીકાલે તા.7ના ગુરૂવારે સોલેરિયમ ઇએસઆરથી ગાંધીનગર સુધીના વિસ્તારમાં પાણી વિતરણ કરાતી મુખ્ય પાઇપલાઇનનો ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલ પાસે આવેલાં 400 એમએમ ડાયાના સ્લૂઝ વાલ ખરાબ થઇ ગયો હોવાથી બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ કામગીરીના કારણે સોલેરિયમ ઝોન-બીમાં આવતાં ગાંધીનગર, મોમાઇનગર 1 થી 5, પુનીતનગર, શાંતિનગર, શાસ્ત્રીનગર, લાલબહાદુર સોસાયટી, પટેલ કોલોની 1 થી 12 ઉભો રોડ તેમજ સંલગ્ન વિસ્તારોમાં આવતીકાલે તા.7 ના રોજ પાણી વિતરણ બંધ રહેશે. જયારે બીજા દિવસે પ્રથમ ઝોન-બી અને ત્યારબાદના દિવસે ઝોન-એ માં આબેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular