Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતમાં ઉંચકાવા લાગ્યો વહેલી ચૂંટણીનો પારો

ગુજરાતમાં ઉંચકાવા લાગ્યો વહેલી ચૂંટણીનો પારો

પ્રધાનમંત્રી મોદીના પ્રવાસ બાદ રાજયમાં જાહેર થઇ શકે છે ચૂંટણી

- Advertisement -

ગુજરાતમાં ગરમીની સાથે વહેલી ચૂંટણીનો પારો પણ ઉંચકાવા લાગ્યો છે. પ્રધાનમંત્રી મોદીના બે દિવસના ગુજરાત પ્રવાસ બાદ રાજયમાં ચૂંટણીની જાહેરાત થઇ શકે છે. ગઇકાલે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે તેમના સૌરાષ્ટ્રના તમામ મહત્વના કાર્યક્રમો રદ કરીને જે રીતે તાત્કાલીક દિલ્હી પહોંચ્યા અને વડાપ્રધાન સાથે તેમજ ભાજપના ટોચના નેતાઓ સાથે તેઓેએ ચર્ચા કરી તેનાથી વહેલી ચૂંટણીના સંકેતો વધુ મજબૂત બન્યા છે અને ટોચના સુત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ચાલુ માસમાં જ એક સમયે ચૂંટણી જાહેર થઇ શકે છે.

- Advertisement -

સામાન્ય રીતે ચૂંટણી જાહેર કરવા માટે પંચને 45થી 50 દિવસનો સમય પૂરતો હોય છે અને ગુજરાતમાં આ ટાઇમટેબલ મુજબ જુનના પ્રથમ સપ્તાહ સુધીમાં ચૂંટણી પ્રક્રિયા પૂરી થઇ જાય તે રીતે રાજ્યમાં તાત્કાલીક ચૂંટણીઓ યોજાઈ તેવી શક્યતા વધુ બળવળતર બની છે. મળતા સંકેત મુજબ ગત સપ્તાહમાં જે રીતે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલનો અમદાવાદમાં રોડ-શો યોજાયો અને જે રીતે જંગી મેદની તેમાં ઉપસ્થિત રહી હતી તે સૂચક બની ગઇ છે અને આ રીતે રાજ્ય સરકારને જે ઇન્ટેલીજન્સ રિપોર્ટ મળ્યો છે તે જોતા કેજરીવાલનો ફિવર પકડાવા લાગે તેવી શકયતા જોવાઇ રહી છે.

ખાસ કરીને તા. 17નાં રોજ કેજરીવાલ ફરી ગુજરાત આવી રહ્યા છે અને તે સમયે તેઓ સૌરાષ્ટ્રમાં પણ આવશે અને આમ આદમી પાર્ટી રાજ્યમાં પોતાની હાજરી મજબૂત બનાવે તે પૂર્વે જ ચૂંટણી આપીને સરકાર તેના આયોજનને બ્રેક મારી શકે છે. આ જ રીતે ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલે જે રીતે પાટીદાર બાદ હવે અન્ય સમાજ તરફ પણ પોતાનું રુખ કર્યું છે તે સંદેશ પણ દિલ્હી પહોંચી ગયો છે. પાટીલને પૂર્વનિયોજીત કાર્યક્રમ કે જે બે મહત્વના હતા તે રદ કરીને દિલ્હી પહોંચવું પડયું અને વર્ચ્યુઅલ સંબોધથી કામ ચલાવવું પડયું તે સૂચક છે. સામાન્ય રીતે ભાજપમાં આ પ્રકારની મુલાકાતો એડવાન્સ નક્કી થતી હોય છે તો અચાનક જ થયેલો આ પ્રોગ્રામ મહત્વની ચર્ચા માટે બોલાવાયો હોય તેવો સંકેત છે. ગુજરાતમાં ભાજપ ઇન્કાર કરે તેમ છતાં પણ ભૂતકાળમાં બન્યું છે તેમ આશ્ચર્ય સર્જી શકે છે.

- Advertisement -

રાજ્યમાં ચૂંટણી યોજવા માટેના ભાજપના તમામ આયોજનો પૂરેપૂરા થઇ ગયા છે અને પક્ષનું ઇન્ટરનલ નેટવર્ક પણ ઉમેદવારોથી લઇને ચૂંટણી પ્રચારના મુદાઓ પણ સક્રિય બની ગયું છે અને આથી વહેલી ચૂંટણી યોજાય તો તે માટે ભાજપને કોઇ લાંબી ચિંતા કરવી પડે તેમ નથી જ્યારે નરેશ પટેલના આગમન બાદ કોંગ્રેસ કોન્સીલીડેટ થાય તે પૂર્વે જ ભાજપ આ પ્રમાણે ચૂંટણી યોજવા માટે તૈયાર હોવાનું માનવામાં આવે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ચાલુ માસમાં જ વડાપ્રધાનની મુલાકાત જે તા. 21-22ના નિશ્ચીત થઇ છે તે પછી તૂર્ત ગમે ત્યારેચૂંટણ જાહેર થઇ શકે છે. ગુજરાતમાં એક જ દિવસે ચૂંટણી યોજવી સરળ છે તેથી પંચને પણ કોઇ લાંબા કાર્યક્રમની જરુર રહેશે નહીં તે પણ વહેલી ચૂંટણી માટે મહત્વનું ફેકટર બની શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular