Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરરમઝાન માસ નિમિત્તે વોર્ડ નં. 1માં પાણી પુરવઠા તથા સફાઇ નિયમિત કરાવવા...

રમઝાન માસ નિમિત્તે વોર્ડ નં. 1માં પાણી પુરવઠા તથા સફાઇ નિયમિત કરાવવા માગણી

વોર્ડ નં. 1ના કોર્પોરેટર દ્વારા કમિશનરને રજૂઆત

- Advertisement -

મુસ્લિમોના પવિત્ર તહેવાર રમઝાન માસનો પ્રારંભ થઇ ચૂકયો છે. ત્યારે વોર્ડ નં. 1માં વિજળી પુરવઠો ચાલુ રાખવા તથા પાણી પુરવઠો અને સફાઇ નિયમિત કરાવવા વોર્ડ નં. 1ના કોર્પોરેટર એડવોકેટ નુરમામદ પલેજા દ્વારા પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર અને જામનગર મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખી રજૂઆત કરાઇ છે.

- Advertisement -

જેમાં જણાવ્યું છે કે, રમઝાન માસ શરૂ થતાં મુસ્લિમો દ્વારા વ્હેલી સવારે રોઝા એટલે કે, શહેરી અને સાંજે રોઝા ઇફતારી કરતાં હોય, આથી વોર્ડ નં. 1ના વિસ્તારો જેવા કે, દિગ્વિજ્ય સોલ્ટ માધાપર ભુંગા, જોડિયા ભુંગા, ગરીબનગર, માજોઠીનગર સહિતના વિસ્તારોમાં રાત્રીના ત્રણ વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી, સાંજે 5:30 થી 7:30 સુધી તેમજ નમાઝના ટાઇમે રાત્રે 8:30 થી 10 વાગ્યા સુધી આકસ્મિક કે, અનિવાર્ય સંજોગો સિવાય વિજળી પુરવઠો નિયમિત જળવાઇ રહે તે માટે પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરી છે. આ ઉપરાંત આ વિસ્તારોમાં પાણી પુરવઠો નિયમિત રીતે મળી રહે તથા આ વિસ્તારમાં નિયમિત સફાઇ અને બંધ પડેલી સ્ટ્રીટલાઇટો શરૂ કરવા અને રોઝા શહેરી, ઇફતારીના સમય દરમિયાન સાયરનની વ્યવસ્થા કરવા કમિશનરને પત્ર લખી રજૂઆત કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular